આજથી શરૂ થશે બાળકોનું રસીકરણ, જાણો કેટલુ થયું રજિસ્ટ્રેશન?
કોરોનાની વધતી જતી ગતિ અને ઓમિક્રોનના પ્રકોપને ધ્યાનમાં રાખીને, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં રાષ્ટ્રને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, 03 જાન્યુઆરીથી 15-18 વર્ષની વય જૂથના કિશોરોને કોરોનાની રસી આપવાની શરૂઆત કરાઇ છે.
નવી દિલ્હી : કોરોનાની વધતી જતી ગતિ અને ઓમિક્રોનના પ્રકોપને ધ્યાનમાં રાખીને, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં રાષ્ટ્રને સંબોધિત કરતા જણાવ્યું હતું કે, 03 જાન્યુઆરીથી 15-18 વર્ષની વય જૂથના કિશોરોને કોરોનાની રસી આપવાની શરૂઆત કરવામાં આવશે. આવી સ્થિતિમાં સોમવારથી આખા દેશમાં 15 થી 18 વર્ષની વયજૂથના બાળકોનું રસીકરણ શરૂ થવા જઈ રહ્યું છે, જેને ધ્યાનમાં રાખીને વિવિધ રાજ્યોની સરકારોએ પોતાની તૈયારીઓ પૂર્ણ કરી લીધી છે.

6 લાખ 79 હજાર 064 રજિસ્ટ્રેશન
રસીકરણ અભિયાન પહેલા માહિતી સામે આવી છે કે, અત્યાર સુધીમાં 15-18 વર્ષની વય જૂથના કુલ 6 લાખ 79 હજાર 064 કિશોરોએ કોવિન પોર્ટલ પર રસી માટેપોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
ઉલ્લેખીય છે કે, કોરોનાના વધતા જતા ખતરાની વચ્ચે હવે સરકારની પહેલી પ્રાથમિકતા 15 થી 18 વર્ષની વયના બાળકોની સુરક્ષાકરવાની છે. આ માટે પાત્ર કિશોરો કોવિન પોર્ટલ પર જઈને પોતાનું રજિસ્ટ્રેશન કરાવી શકે છે.
|
એક દિવસમાં આંકડો બમણો થયો
આ અગાઉ શનિવારના રોજ કોવિન ડેટા અનુસાર 11.30 કલાક સુધી 3,15,416 બાળકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું, જે રવિવારના રોજ બમણા કરતાં પણ વધુ હતું.
ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય સ્વાસ્થ્ય સચિવે તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને જણાવ્યું છે કે, બાળકોને માત્ર ભારત બાયોટેક કંપની દ્વારા બનાવવામાં આવેલીકોવેક્સિનનો ડોઝ આપવામાં આવશે.

10 કરોડ બાળકોને રસી અપાશે
ઉલ્લેખીય છે કે, ભારત સરકારના ડેટા મુજબ દેશમાં લગભગ 10 કરોડ બાળકોને રસી આપવામાં આવશે. કેન્દ્ર સરકારના સત્તાવાર અંદાજ મુજબ 15 થી 18 વર્ષની વયજૂથના અંદાજિત 100 મિલિયન બાળકો રસીકરણ માટે પાત્ર છે, જેમને 3 જાન્યુઆરીથી ડોઝ આપવામાં આવશે.












Click it and Unblock the Notifications
