For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતીય હિસ્સામાં ચીને કબ્જો કર્યાની વાત ખોટીઃ એન્ટની

By Super
|
Google Oneindia Gujarati News

Antony
નવી દિલ્હી, 6 સપ્ટેમ્બરઃ સરકારે એ સમાચારને એકદમ ખોટા ગણાવ્યા છે કે, રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર બોર્ડના અધ્યક્ષ શ્યામ સરનના રિપોર્ટમાં ચીને ભારતના કોઇ હિસ્સામાં કબ્જો કરવાની વાત કરવામાં આવી છે. મીડિયામાં આવેલા આ પ્રકારના સમાચારોને લઇને શુક્રવારે સંસદમાં જોરદાર હંગામો થયો, ત્યારબાદ રક્ષા મંત્રી એ કે એન્ટનીએ લોકસભામાં સરકાર તરફથી સ્પષ્ટતા કરવી પડી.

રક્ષા મંત્રીએ કહ્યું કે, હું સદનને વિશ્વાસ અપાવું છું કે ભારતનો પોતાનો કોઇ ભાગ ચીનને આપી દેવાનો પ્રશ્ન જ ઉભો થતો નથી. તેમણે સદનને વિશ્વાસ અપાવ્યો કે, સરકાર રાષ્ટ્રીય હિતની સુરક્ષા માટે સરહદી વિસ્તારમાં દેશની ક્ષમતાઓને મજબૂત કરવાનું ચાલું રાખશે.

તેમણે વધુમાં કહ્યું કે, હું સ્પષ્ટ રીતે જણાવવા માંગુ છું કે શ્યામ સરણને આ રિપોર્ટમાં એવું નથી કહ્યું કે, ચીને ભારતના કોઇ ભાગમાં કબ્જો કર્યો છે અથવા ભારતને જવા પર પ્રતિબંધ લગાવ્યો છે. એન્ટનીએ જણાવ્યું કે, શ્યામ સરણે 2થી 9 ઑગસ્ટ 2013માં લદાખનો પ્રવાસ કર્યો હતો અને ત્યાંના આધારભૂત ઢાંચા પર એક રિપોર્ટ રજૂ કરી છે, જેની કોપી પ્રધાનમંત્રી કાર્યાલય અને રક્ષામંત્રીને મોકલી આપવામાં આવી છે.

તેમણે કહ્યું કે, આ રિપોર્ટ મુખ્ય રીતે સીમા પર આધારભૂત ઢાંચા પર કેન્દ્રિત છે, પરંતુ સાથે જ તેમણે આ ક્ષેત્રમાં સંબંધિત અનેક પહેલુઓ પણ ઉઠાવ્યા છે, જેમાં વ્યાપક ગતિવિધિઓ અને જરૂરિયાતોને સામેલ કરવામાં આવી છે. રક્ષા મંત્રીએ કહ્યું કે, સામાન્ય રીતે આ રિપોર્ટમાં લદાખ અને પાડોશી ક્ષેત્રો વચ્ચે સંપર્ક નક્કી કરવા માટે જરૂરી સીમાવર્તી વિકાસમાં થયેલી પ્રગતિની સમીક્ષા કરવામાં આવી છે.

English summary
China has not occupied Indian territory afresh or stopped Indian troops from accessing any part of Indian land, Defence Minister AK Antony asserted on Friday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X