અક્સાઇ ચીનમાં વધુ એક હાઇવે બનાવવાની તૈયારી કરી રહ્યું છે ચીન, 2035 સુધી થઇ જશે તૈયાર
LAC પર ચીન પોતાની હરકતોથી અટકવાનું નામ નથી લઈ રહ્યું. રિપોર્ટ અનુસાર, ચીન અક્સાઈ ચીન થઈને બીજો હાઈવે બનાવવાની તૈયારી કરી રહ્યું છે, જે ભારતીય સરહદની નજીકથી પસાર થઈને જિંગજાંગ અને તિબેટને જોડશે. ચીન દ્વારા જાહેર કરાયેલા ન
LAC પર ચીન પોતાની હરકતોથી અટકવાનું નામ નથી લઈ રહ્યું. રિપોર્ટ અનુસાર, ચીન અક્સાઈ ચીન થઈને બીજો હાઈવે બનાવવાની તૈયારી કરી રહ્યું છે, જે ભારતીય સરહદની નજીકથી પસાર થઈને જિંગજાંગ અને તિબેટને જોડશે. ચીન દ્વારા જાહેર કરાયેલા નવા હાઈવે નિર્માણ યોજના અનુસાર, G695 નેશનલ એક્સપ્રેસવે બીજો રાષ્ટ્રીય ધોરીમાર્ગ હશે જે વિવાદિત અક્સાઈ ચીન વિસ્તારમાંથી પસાર થશે, ચીન પાસે અહીં 38,000 ચોરસ કિલોમીટર જમીન છે, જેનો ભારત દાવો કરે છે. અહીં G219 હાઈવે 1950માં બનાવવામાં આવ્યો હતો, એવું માનવામાં આવે છે કે ચીન 2035 સુધીમાં બીજો વિવાદિત હાઈવે તૈયાર કરશે.













Click it and Unblock the Notifications
