સાવધાન ભારત! ચીને પાકિસ્તાનને વેંચ્યા સૌથી વધુ હથિયારો

weapons
નવી દિલ્હી, 18 માર્ચઃ અમેરિકાને હંમેશા આંખો દેખાડનાર ચીને ફરી એકવાર અમેરિકા સહિત ઘણા પશ્ચિમી રાષ્ટ્રોને ઝોરનો ઝટકો પહોંચાડ્યો છે. ચીન હથિયારોની દુનિયામાં પાંમચો સૌથી મોટો નિકાસકર્તા દેશ બની ગયો છે. ભારત માટે સૌથી મોટો ચિંતાનો વિષય એ છે કે ચીન પાસેથી સૌથી વધુ હથિયાર ખરીદનાર દેશ પાકિસ્તાન છે.

સ્વિડનના સ્ટોકહોલ્મ ઇન્ટરનેશનલ પીસ રિસર્ચ સંસ્થાન(SIPRI) તરફથી સોમવારે જારી કરવામાં આવેલા એક અહેવાલમાં એવી ઘણી વાતો રજૂ કરવામાં આવી છે, જે ભારતની ચિંતામાં વધારો કરી શકે છે અને અમેરિકા જેવા શક્તિશાળી દેશોને પણ ચિંતિત કરી શકે છે. સંસ્થાનના પોલ હોલ્ટોમ કહે છે કે પાકિસ્તાન દ્વારા મોટી માત્રામાં હથિયાર ખરીદવાના કારણે ચીન વિશ્વના સૌથી મોટાં હથિયાર નિકાસકર્તા દેશોની યાદીમાં સામેલ થઇ ગયું છે. કેટલાક સોદાઓને જોઇને એવું લાગી રહ્યું છે કે ચીન વિશ્વમાં પોતાનું મહત્વનું સ્થાન બનાવવા આતુર છે.

આ પહેલીવાર થયું છે કે ચીન ટોપ ફાઇવ હથિયાર નિકાસકર્તા દેશની યાદીમાં આવ્યું છે. વર્ષ 2008ની તુલનાએ વર્ષ 2012માં ચીને નિકાસ કરેલા હથિયારોમાં 162 ટકાનો વધારો થયો છે. જ્યારે, વૈશ્વિક સ્તર પર આ ચાર વર્ષોમાં હથિયારોના વ્યવસાયમાં બે ટકાથી વધીને પાંચ ટકાના આંક સુધી પહોંચી ગયો છે. હથિયારોના વ્યાપારમાં ચીનના આ દબદબાના કારણે ઘણા દેશોને પરસેવો છૂટી ગયો છે.

અમેરિકા અને રશિયા જેવા દેશોની અર્થવ્યવસ્થા હથિયારો પર જ ચાલે છે. અત્યારે પણ સૌથી મોટા હથિયાર નિકાસકર્તા દેશોમાં એ ટોચ પર છે. આર્મ્સ નિકાસકર્તા દેશોની યાદીમાં જર્મની ત્રીજા અને ફ્રાન્સ ચોથા નંબર પર છે. ત્યાર બાદ ચીનનો નંબર આવે છે. અત્રે નોંધનીય છે કે આ પહેલાં પાંચમાં નંબર પર બ્રિટન હતું.

ચીનના 55 ટકા હથિયાર એકલું પાકિસ્તાન ખરીદે છે, જેના કારણે પાકિસ્તાન હંમેશા તેનું મનપસંદ બની રહ્યું છે. આગામી કેટલાક વર્ષો સુધી એવી આશાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે કે ચીનના હથિયારોના સૌથી મોટા ગ્રાહક તરીકે પાકિસ્તાન જ બની રહેશે. આખા વિશ્વમાં યુએસ 30 ટકા અને રશિયા 26 ટકા હથિયાર વેંચે છે.

પાકિસ્તાન વિશ્વનો ત્રીજો સૌથી મોટો આયાતકર્તા દેશ છે, પહેલા અને બીજા ક્રમાંકે ક્રમશઃ ભારત અને ચીન છે. જો કે, હજુ પણ બેઇજિંગ તરફથી હથિયારોના વેચાણ અંગે કોઇ સાર્વજનિક આંકડા જાહેર કરવામાં આવ્યા નથી. ચીનના સાત ટકા હથિયાર બાંગ્લાદેશ ખરીદે છે, જ્યારે અલ્જિરિયા, વેનેજુએલા અને મોરક્કો જેવા દેશ ચીનના એરક્રાફ્ટ, સેના માટે ગાડીઓ ખરીદે છે. આ છેલ્લા કેટલાક વર્ષોમાં વધ્યું છે. અમેરિકાને કાઉન્ટર કરવા માટે મ્યાનમાર ચીન પાસેથી 8 ટકા હથિયાર ખરીદે છે.

વિશ્વની બીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની ચૂકેલા ચીને પોતાની સેના અને લડાઇના શસ્ત્રો એકઠા કરવામાં પણ સતત ખર્ચ વધાર્યો છે. ઘણા દશકાઓથી ચીને પોતાના રક્ષા બજેટ અને ઘરેલુ ડિફેન્સ કોન્ટ્રાક્ટરને પૈસા આપીને આજે આ સ્થાન પર પહોંચ્યું છે. વિશેષજ્ઞોનું તો ત્યાં સુધી કહેવું છે કે ચીનના હથિયાર રશિયા અને પશ્ચિમી દેશોના હથિયારોથી નીમ્ન કક્ષાના નથી. વર્ષ 1989માં તિયાનનમેન ચોક પર અલોકતાંત્રિક રીતે પ્રદર્શનને કૂચલી નાખવાના કારણે પશ્ચિમી દેશોએ તેના પર પ્રતિબંધ લગાવી દીધો હતો. તેના કારણે ચીન સેનાનું વર્ષો સુધી આધુનિકરણ થઇ શક્યું નહોતું. તાઇવાન અને જાપાન જેવા દેશો સાથે વિવાદના કારણે પણ ચીનને ઘણું નુક્સાન પહોંચ્યું હતું.

ભારતની વાત કરીએ તો છેલ્લા પાંચ વર્ષોમાં હથિયાર આયાત 59 ટકા વધી છે. આ આંકડા 2003-07થી 2008-012 સુધીના છે. દર વર્ષે ભારતનું રક્ષા બજેટ 5.31 ટકાથી વધીને 2013માં 2.03 લાખ કરોડ થઇ ગયું છે. જેમાં 42 ટકા રકમનો ઉપયોગ સેનાની ત્રણેય પાંખોના આધુનિકરણમાં ખર્ચ કરવામાં આવે છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X