• search
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ભારતે દેખાડી આંખો, પરેશાન થઇ ગયું ઘમંડી ચીની ડ્રેગન

By Super
|

હજુ ચાર દિવસ પહેલા સુધી ચીન એ વાત માનવા તૈયાર નહોતું કે તેણે સરહદ પર કોઇ ઘુષણખોરી કરી છે, પરંતુ હવે એ ચીને ભારતીય રાજદૂતોને બોલાવી એ જાણકારી મેળવવામાં લાગી ગયું છે કે ભારત શું કોઇ આક્રમક નીતિ તો અપનાવવા નથી જઇ રહ્યું છે. ગત દિવસોમાં થયેલા ઘટનાક્રમને જોતા એવું લાગે છે કે, ચીન હવે આ મામલાને ઝડપથી હલ કરવા માગે છે. કારણ કે તેને ભારતમાં પોતાના વેપારની ચિંતા છે. બસ તેની ઇચ્છા એ છે કે મામલાનું નિરાકરણ આવે ત્યારે એવું ના લાગે કે ચીને પીછેહઠ કરવી પડી છે.

ગત દિવસોમાં ચીન અને ભારત વચ્ચે જે રીતે નિવેદનો થયા તેને વાંચીને હવે એ સ્પષ્ટ થઇ જાય છે કે ચીનને એ અનુમાન નહોતુ કે ભારત આ મુદ્દે પોતાનું આકરું વલણ દેખાડશે. ચીન ભારતમાં જનતાનો વિશ્વાસ ગુમાવી ચૂકેલી એક સરકારને બ્લેકમેલ કરીને ભારતીય સીમાં પર બનેલા બન્કર હટાવવા માગતુ હતું, પરંતુ ભારત સરકાર અને ચીન વચ્ચે ભારતીય સેનાએ જે સ્ટેન્ડ લીધુ તેને જોઇને ડ્રેગન આશ્ચર્યચકિત છે. ચીનને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો કે ભારતીય સેનાના આલા અધિકારી આ વખતે સરકારને આ કડક નિર્ણય લેવા માટે મજબૂર કરી દેશે.

ભારત અને ચીનના વિદેશ મંત્રાલયો અને નેતાઓના નિવેદન હવે એવા સંકેત આપી રહ્યાં છે કે જો ભારત શરૂઆતમાં ચીનની આગળ ઝુકેલુ દેખાતુ હતુ તે હવે ચીનને કડક શબ્દોમાં કંઇક સમજાવવા માગે છે. ચાલો તસવીરોના માધ્યમથી જાણીએ ગત દિવસોમાં બન્ને દેશો વચ્ચેના નિવેદનો અને આ નિવેદનોથી ભારતનો પક્ષ કેવી રીતે મજબૂત થઇ રહ્યો છે.

ભારતે દેખાડી આંખો, પરેશાન થઇ ગયું ઘમંડી ચીની ડ્રેગન

ભારતે દેખાડી આંખો, પરેશાન થઇ ગયું ઘમંડી ચીની ડ્રેગન

મોહમ્મદ અલી જેવું છે ભારત

વિદેશ મંત્રી સલમાન ખુર્શીદે ઇશારાઓમાં ભારતની તુલના મોહમ્મદ અલી સાથે કરી. જે પોતાના પ્રતિસ્પર્ધીઓને થકાવી દેતા હતા અને પછી એક વારથી પાડી દેતા હતા. ખુર્શીદે કહ્યું કે ભારતનો ઇતિહાસ રહ્યો છે અને જો કોઇ વાર કરે છે તો દેશ તેને સહન કરવા માટે સક્ષમ છે. તેમાં આપણે એ જાણવું જોઇએ કે આપણે આપણો ચહેરો કેવી રીતે બચાવીએ અને માંસપેશીની રક્ષા કેવી રીતે કરીએ કારણ કે, આપણે જવાબી વાર કરવાનો છે. દક્ષિણ એશિયામાં આપણે આપણને અલીના રૂપમાં દેખાડવા જોઇએ. આપણે જાણવુ જોઇએ કે આપણી પાસે શક્તિ છે અને સામર્થ્ય છે. (અહીં જવાબી વાર મતલબ ચીન વિરુદ્ધ કડક પગલાના સંદર્ભમાં છે)

ભારતે દેખાડી આંખો, પરેશાન થઇ ગયું ઘમંડી ચીની ડ્રેગન

ભારતે દેખાડી આંખો, પરેશાન થઇ ગયું ઘમંડી ચીની ડ્રેગન

ચીને માન્યુ કે ઝડપથી હલ થવો જોઇએ આ મામલો

અત્યારસુધી અતિક્રમણની વાતનો ઇન્કાર કરનારું ચીનનું વિદેશ મંત્રાલયે કહ્યું છે કે, લદાખની દેપસાંગ ઘાટીથી પોતાના સૈનિકોને હટાવવાના સંબંધમાં તે કોઇ નિશ્ચિત તિથિ નહીં બતાવી શકે. એટલે કે હવે તે માની રહ્યું છે કે તેણે અતિક્રમણ કર્યું છે. ચીની વિદેશ મંત્રાલયે કહ્યું કે બન્ને દેશોમાં દ્વિપક્ષિય સંબંધોમાં નવા તણાવને સંભવતઃ ઝડપથી વાતચીત થકી હલ કરવામાં આવશે. ચીનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાએ કહ્યું કે ચીન અને ભારત આ મુદ્દે પૂર્ણ અને સમુચિત સમાધાન માટે વાતચીત કરી રહ્યાં છે.

ભારતે દેખાડી આંખો, પરેશાન થઇ ગયું ઘમંડી ચીની ડ્રેગન

ભારતે દેખાડી આંખો, પરેશાન થઇ ગયું ઘમંડી ચીની ડ્રેગન

ચીનનો સાચો ઇરાદો સામે આવ્યો

ચીનના વિદેશ મંત્રાલયને જ્યારે પૂછવામાં આવ્યું કે શું ચીન ભારતીય સેના દ્વારા બંકરો અને ખંદકોના નિર્માણનો વિરોધ કરે છે, ત્યારે ચીનના પ્રવક્તા હુઆ ચુનયિંગે કહ્યું કે ચીનની સેના નિયંત્રણ રેખાનું ઉલ્લંઘન કરવાના કોઇપણ નિર્માણનો આકરો વિરોધ કરે છે. ચીનનું માનવું છે કે સીમા ક્ષેત્રમાં શાંતિ અને સ્થાયિત્વ બન્ને પક્ષોના હિતોમાં ધ્યાન રાખે છે. ચીન આ મામલાના વધારે પ્રચારથી કેટલું ડરી ગયુ છે તે આ નિવેદન પરથી સ્પષ્ટ થાય છે કે હુઆ ચુનયિંગે કહ્યું કે અમને આશા છે કે મીડિયા તેને થોડોક સમય આપશે અને થોડો ધેર્ય રાખશે. આ મુદ્દે ઝડપથી વાતચીત થકી હલ કરવામાં આવશે. તેમણે કહ્યું કે, બન્ને પક્ષ ઉચિત પ્રક્રિયા હેઠળ એકબીજા સાથે સંપર્કમાં છે અને ગંભીરતાથી વાતચીત કરી રહ્યાં છે અને આપણે એકબીજાની સ્થિતિને વધુ સમજી રહ્યાં છીએ. બન્ને પક્ષ આ મુદ્દાને મિત્રવત વાતચીત થકી હલ કરવા ઇચ્છૂક અને સમર્થ છે.

ભારતે દેખાડી આંખો, પરેશાન થઇ ગયું ઘમંડી ચીની ડ્રેગન

ભારતે દેખાડી આંખો, પરેશાન થઇ ગયું ઘમંડી ચીની ડ્રેગન

ભારતીય વિદેશ મંત્રાલય પણ ફરી ગયુ

ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવક્તા સૈયદ અકબરુદ્દિને કહ્યું કે ભારતનું લક્ષ્ય લદાખના દેપસાંગમાં ચીની ટૂકડીને 15 એપ્રિલ પહેલાની સ્થિતિમાં પરત ફરવું પડશે. તેમણે કહ્યું કે, ભારતીય ક્ષેત્રમાં 19 કિમી અંદર ઘુસી આવેલા ચીની સૈનિકો પર બેઇજિંગની સામે ભારત પોતાની ચિંતા રાખવામાં સમર્થ છે. તેમણે જોડાની આ સ્થિતિના સમાધાન માટે બન્ને તરફથી ચેનલ સક્રિય છે અને ટૂંક સમયમાં હલ કાઢવામાં આવશે.

ભારતે દેખાડી આંખો, પરેશાન થઇ ગયું ઘમંડી ચીની ડ્રેગન

ભારતે દેખાડી આંખો, પરેશાન થઇ ગયું ઘમંડી ચીની ડ્રેગન

વિવાદમાં હવે અમેરિકા પણ કૂદ્યુ

અમેરિકાએ વિદેશ મંત્રાલયના પ્રવક્તા પૈટ્રિક વેન્ટ્રેલે પોતાના એક નિવેદનમાં કહ્યું કે, અમે એ વાતનું સમર્થન કરીએ છીએ કે ભારત અને ચીન પોતાની સીમા સંબંધી વિવાદોને શાંતિપૂર્ણ રીતે હલ કરીને સાથે મળીને કામ કરે. એટલે કે ચીને ઘુષણખોરી કરી છે તેના પર અમેરિકાના મનમાં કોઇ શંકા રહી નથી. વેન્ટ્રેલે ભારતના લદાખ વિસ્તારમાં ચીનની ઘુષણખોરી બાદ બન્ને દેશો વચ્ચે પેદા થયેલા તણાવને લઇને અમેરિકાના દ્રષ્ટીકોણ અંગે પૂછવામાં આવેલા એક પ્રશ્નના જવાબમાં આ વાત કરી હતી.

ભારતે દેખાડી આંખો, પરેશાન થઇ ગયું ઘમંડી ચીની ડ્રેગન

ભારતે દેખાડી આંખો, પરેશાન થઇ ગયું ઘમંડી ચીની ડ્રેગન

ચીન વધુ ભારતીય સેના મોકલવામાં આવવાથી ચિંતિત

ભારતે જવાબી કાર્યવાહી કરતા ચીની વિદેશી મંત્રાલય ને સુરક્ષા મહકમોમાં ગંભીર ચર્ચા થઇ છે. ચીનના સરકારી મીડિયાએ ભારતને ચેતાવણી આપી છે કે ચીન ભારત સાથે મૈત્રીપૂર્ણ સંબંધો જાળવી રાખવા કટિબદ્ધ છે, પરંતુ તેનો અર્થ એ નથી કે ભારત તરફથી કોઇ ઉશ્કેરણીજનક કાર્યવાહીને ચીન અવગણશે. સમજવામાં આવે છે કે ભારતીય રાજદૂત પાસેથી ભારત દ્વારા ચીની ઘુષણખોરીની પ્રતિક્રિયાના સ્વરૂપમાં ઉઠાવવામાં આવેલા ભારતીય પગલાઓ અંગે સ્પષ્ટતા માંગવામાં આવી હતી. 1 મેએ ભારતની સુરક્ષા મામલાની કેબિનેટ સમિતિની બેઠકમાં થલસેના પ્રમુખ જનરલ બિક્રમ સિંહ તરફથી ચીની સૈનિકોને પીછેહટ કરવા માટે મજબૂર કરવાને લઇને ઘણા વિકલ્પોની ભારતીય મીડિયામાં થયેલી ગહન ચર્ચાને અહીં નોટ કરવામા આવી છે. ફ્લેગ મીટિંગ અનિર્ણિત રહ્યા બાદ ભારત દ્વારા દેપસાંગ ઘાટીમાં અતિરિક્ત સેના મોકલવાના અહેવાલો બાદ ચીન હવે આ મુદ્દે ગંભીર થઇ ગયું છે.

English summary
China will not react in hurry over incursion of People Liberation Army's incursion in Daulat Beg in India. Now it is the matter of ego.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more