For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'6 જૂને થયેલ સમજૂતીનુ ચીને કર્યુ ઉલ્લંઘન, સેનાને પાછી ન બોલાવી'

ભારતે ચીન પર આરોપ લગાવ્યો કે ચીન બંને દેશો વચ્ચે થયેલ સમજૂતીનુ સમ્માન નથી કરી રહ્યુ.

|
Google Oneindia Gujarati News

ભારત-ચીન વચ્ચે સીમા વિવાદમાં ભારતના 20 જવાન વીરગતિ પામ્યા છે. આ હિંસક અથડામણ પર ભારતે ચીન પર આરોપ લગાવ્યો છે કે ચીનના સૈનિકોએ ગલવાન ઘાટીમાં સોમવારની રાતે આની શરૂઆત કરી. આ અથડામણમાં બંને તરફના જવાન માર્યા ગયા છે અને ગંભીર રીતે ઘાયલ થયા છે. 1975 બાદ ભારત-ચીન વચ્ચે પહેલી વાર આટલી મોટી હિંસક અથડામણ થઈ છે જ્યારે ભારતે 20 જવાનો ગુમાવ્યા છે. આ ઘટનાના 24 કલાક બાદ ચીન તરફથી આ સમગ્ર અંગે નિવેદન જારી કરવામાં આવ્યુ હતુ.

ચીન સમજૂતીનુ સમ્માન નથી કરી રહ્યુ

ચીન સમજૂતીનુ સમ્માન નથી કરી રહ્યુ

ચીન તરફથી નિવેદન જારી કરીને કહેવામાં આવ્યુ હતુ કે ભારત તરફથી સૈનિકોએ ભડકાઉ રીતે તણાવને વધારવાની કોશિસ કરી. ચીનના આ આરોપને ભારતના વિદેશ મંત્રાલયે ધરમૂળથી ફગાવીને કહ્યુ કે ભારત તરફથી કોઈ પણ પ્રકારની કોઈ ભડકાઉ કાર્યવાહી કરવામાં આવી નથી. ભારતે ચીન પર આરોપ લગાવ્યો કે ચીન બંને દેશો વચ્ચે થયેલ સમજૂતીનુ સમ્માન નથી કરી રહ્યુ. 6 જૂને બંને દેશો વચ્ચે ડિ-એસ્કલેશન વિશે સમજૂતી થઈ હતી પરંતુ ચીને આ સમજૂતીનુ સમ્માન નથી કર્યુ.

1975 બાદ પહેલી વાર હિંસક અથડામણ

1975 બાદ પહેલી વાર હિંસક અથડામણ

1975 બાદ આ પહેલી વાર છે કે ભારત-ચીન વચ્ચે હિંસક અથડામણ થઈ છે જેમાં જવાનોના જીવ ચાલ્યા ગયા છે. સૂત્રો અનુસાર 6 જૂને બંને સેનાઓ વચ્ચે જે વાતચીત થઈ તેમાં 16 બિહાર રેજીમેન્ટના કર્નલ સંતોષ પણ શામેલ હતા અને તેમણે વાતચીતની શરૂઆત કરી હતી. વાતચીત દરમિયાન ચીન તરફથી ચર્ચા ઉગ્ર થઈ ગઈ અને ચીનના સૈનિકોએ ભારતના સૈનિકો પર પત્થર, દંડા પર લાગેલી લોખંડની ખીલીથી હુમલો કરી દીધો. સૂત્રોએ જણાવ્યુ કે આ હુમલો જાનલેવા હતો અને તે પૂરી તૈયારી સાથે સમજી વિચારીને કરવામાં આવ્યો હતો જેથી કર્નલનો જીવ જતો રહ્યો.

20 જવાન થયા શહીદ

20 જવાન થયા શહીદ

તમને જણાવી દઈએ કે લદ્દાખની ગલવાન ઘાટીમાં હિંસક હુમલામાં ભારતીય સેનાના જવાનોની શહીદીથી આખો દેશ ગુસ્સામાં છે. ભારતીય સૂત્રો મુજબ ચીનના પણ 43 જવાન માર્યા ગયા છે અથવા ગંભીર રીતે ઘાયલ થઈ ગયા છે. શરૂઆતમાં ભારતીય સેનાએ કહ્યુ કે એક અધિકારી અને બે સૈનિક માર્યા ગયા બાદમાં ભારતીય સેનાએ નિવેદનમાં જણાવ્યુ કે 15-16 જૂનની રાતે ભારત-ચીનની અથડામણ થઈ હતી, લાઈન ઑપ ડ્યુટી પર 17 ભારતીય ટુકડીઓ ઘાયલ થઈ છે. વળી, ઉપ-શૂન્ય તાપમાનમાં આપણા જવાન દેશની સુરક્ષા માટે વીરગતિ પામ્યા છે જેમની સંખ્યા 20 છે. ભારતીય સેના રાષ્ટ્રની ક્ષેત્રીય અખંડતા અને સંપ્રભુતાની રક્ષા માટે દ્રઢતા માટે પ્રતિબદ્ધ છે.

સતત 11માં દિવસે પેટ્રોલ-ડીઝલની કિંમતમા વધારો, જાણો આજના ભાવ

English summary
Chinese army violated mutual agreement to pull back army from galwan valley.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X