For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીની વિદેશ મંત્રી આજે જયશંકર અને NSA ડોભાલ સાથે કરશે મુલાકાત

એએનઆઈના સમાચાર મુજબ શુક્રવારે વાંગ યીની મુલાકાત ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર અને NSA અજીત ડોભાલ સાથે થઈ શકે છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ થોડા દિવસો પહેલા પાકિસ્તાનમાં કાશ્મીરને લઈને વાંધાજનક નિવેદન આપનાર ચીનના વિદેશ મંત્રી વાંગ યી ભારતના પ્રવાસે દિલ્લી પહોંચી ગયા છે. એએનઆઈના સમાચાર મુજબ શુક્રવારે વાંગ યીની મુલાકાત ભારતીય વિદેશ મંત્રી એસ જયશંકર અને NSA અજીત ડોભાલ સાથે થઈ શકે છે. વિદેશ મંત્રી સાથે તેમની મુલાકાત 11 વાગે સંભવિત જણાવવામાં આવી રહી છે. તમને જણાવી દઈએ કે ભારતમાં 2 વર્ષ પછી આ પહેલી ચીની ઉચ્ચ સ્તરીય યાત્રા છે. તમને જણાવી દઈએ કે વાંગ યીનો ભારત પ્રવાસ તેમની એશિયા યાત્રાનો એક હિસ્સો છે.

china

વાંગ યીના નિવેદન પર ભારતે આપી હતી આ પ્રતિક્રિયા

તમને જણાવી દઈએ કે ચીનના વિદેશ મંત્રી વાંગ યીનો ભારત પ્રવાસ એવા સમયમાં થયો છે જ્યારે તેમણે હાલમાં જ પાકિસ્તાનમાં એક કાર્યક્રમમાં કાશ્મીર પર નિવેદન આપ્યુ હતુ. ભારતે તેમના નિવેદન પર પ્રતિક્રિયા આપીને કહ્યુ હતુ કે તેમની આ 'બિનજરુરી' ટિપ્પણી છે, જમ્મુ કાશ્મીરનો મામલો અમારો આંતરિક મામલો છે અને પાકિસ્તાન અને ચીન બંને આ વાત જાણે છે.

શું કહ્યુ હતુ વાંગ યીએ?

ચીની વિદેશ મંત્રી વાંગ યીએ પાકિસ્તાનમાં ઈસ્લામિક સહયોગ સંગઠનના કાર્યક્રમમાં કાશ્મીરનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યુ, 'કાશ્મીર પર અમે આજે ફરીથી પોતાના ઘણી ઈસ્લામી દોસ્તોની વાતો સાંભળી છે અને ચીન પણ આવી જ આશા રાખે છે.' તેમના આ નિવેદન બાદ ભારતીય વિદેશ મંત્રાલયના પ્રવકતા અરિંદમ બાગચીએ કહ્યુ હતુ, 'કેન્દ્રશાસિત પ્રદેશ જમ્મુ અને કાશ્મીર સાથે સંબંધિત બાબત સંપૂર્ણપણે ભારતની આંતરિક બાબત છે. ચીન સહિત અન્ય દેશોને આ બાબતે કંઈ પણ બોલવાનો અધિકાર નથી. '

English summary
Chinese Foreign Minister wang yi arrive india Amid Row Over his statement on Kashmir
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X