CJI સામે આરોપઃ 300થી વધુ મહિલાઓએ કરી સુનાવણી રોકવાની માંગ, જજોને લખી ચિઠ્ઠી

સીજેઆઈ રંજન ગોગોઈ સામે યૌન શોષણના આરોપોની તપાસ પર ચિંતા વ્યક્ત કરીને સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશને એક ખુલ્લો પત્ર લખવામાં આવ્યો છે. પત્રને 300થી વધુ વ્યક્તિઓનું સમર્થન મળેલુ છે.

સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ રંજન ગોગોઈ સામે યૌન શોષણનો આરોપ લગાવનાર મહિલાએ ચાલી રહેલી તપાસ પ્રક્રિયામાં શામેલ થવાનો ઈનકાર કરી દીધો હતો. વળી, મહિલાના આ નિર્ણય બાદ જસ્ટીસ ગોગોઈ તપાસ પેનલ સામે હાજર થયા હતા. આ દરમિયાન સીજેઆઈ રંજન ગોગોઈ સામે યૌન શોષણના આરોપોની તપાસ પર ચિંતા વ્યક્ત કરીને સર્વોચ્ચ ન્યાયાલયના ન્યાયાધીશને એક ખુલ્લો પત્ર લખવામાં આવ્યો છે. પત્રને 300થી વધુ વ્યક્તિઓનું સમર્થન મળેલુ છે જેમાં વકીલ, કાર્યકર્તા અને ઘણા બિન સરકારી સંગઠન પણ શામેલ છે.

ફરિયાદકર્તાના નિર્ણયના સમર્થનમાં 300 મહિલાઓ

ફરિયાદકર્તાના નિર્ણયના સમર્થનમાં 300 મહિલાઓ

આ પત્રમાં કહેવામાં આવ્યુ છે કે મહિલાની તપાસ પ્રક્રિયાથી હટ્યા બાદ પણ તપાસ ચાલુ રાખીને અને સીજેઆઈ ગોગોઈને સમન કરીને સમિતિએ પોતાને અવિશ્વસનીય બનાવી લીધા છે. તેમણે સીજેઆઈ સામે ઉત્પીડન કેસમાં સુનાવણી પર રોક લગાવવાની માંગ કરી છે. પત્રમાં કહેવામાં આવ્યુ છે, ‘અમે મહિલાના તપાસ પ્રક્રિયામાં શામેલ ન થવાના નિર્ણયનું સમર્થન કરીએ છીએ.' તેમણે આ કેસમાં કોઈ બહારના સભ્ય ના હોવાનો મુદ્દો પણ ઉઠાવ્યો છે.

મહિલાએ તપાસ પ્રક્રિયામાં શામેલ થવાનો કર્યો હતો ઈનકાર

મહિલાએ તપાસ પ્રક્રિયામાં શામેલ થવાનો કર્યો હતો ઈનકાર

300થી વધુ મહિલાઓના પ્રિવેન્શન ઑફ સેક્સ્યુઅલ હેરેસમેન્ટ એટ વર્કપ્લેસ એક્ટ 2013 હેઠળ યૌન શોષણની અટકાયતની જોગવાઈને ધ્યાનમાં રાખીને વિશેષ તપાસ સમિતિએ આની સુનાવણી કરવાની માંગ કરી છે. પહેલા પણ મહિલાઓએ ન્યાયાધીશોને પત્ર લખીને નિષ્પક્ષ તપાસની માંગ કરી હતી. આ પત્રમાં તેમણે પોતાની માંગો પરિવર્તિત કરી છે. પત્રમાં મહિલાઓ દ્વારા તપાસ પ્રક્રિયાથી હટવા પાછળ આપેલા કારણોને યોગ્ય ઠેરવ્યા છે, ખાસ કરીને શક્તિનું અસંતુલનના સંદર્ભમાં જ્યાં એક તરફ મહિલા અને બીજી તરફ ન્યાયપાલિકાના વરિષ્ઠ સભ્યોને રાખવામાં આવ્યા છે.

મહિલાએ લગાવ્યા છે સીજેઆઈ પર યૌન શોષણના આરોપ

મહિલાએ લગાવ્યા છે સીજેઆઈ પર યૌન શોષણના આરોપ

આ પહેલા મહિલા પોતાના લિખિત પત્ર સાથે કમિટી સામે પહોંચી હતી અને તેણે જણાવ્યુ હતુ કે છેવટે તેણે યૌન શોષણની ફરિયાદ સાત મહિના બાદ કેમ કરી. મહિલાનું કહેવુ હતુ કે વકીલ વિના કમિટીની અંદર મને મારો પક્ષ રાખવો માનસિક પીડા આપી રહ્યો હતો. મહિલાએ નિવેદન જાહેર કરીને કહ્યુ કે હવે તે કમિટીની સુનાવણીમાં ભાગ નહિ લે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X