યૌન શોષણ કેસમાં સીજેઆઈ રંજન ગોગોઈને ક્લીન ચિટ
સુપ્રીમ કોર્ટની પૂર્વ મહિલા કર્મચારીના યૌન શોષણ કેસમાં ચીફ જસ્ટીસ રંજન ગોગોઈને ક્લીન ચિટ મળી ગઈ છે.
સુપ્રીમ કોર્ટની પૂર્વ મહિલા કર્મચારીના યૌન શોષણ કેસમાં ચીફ જસ્ટીસ રંજન ગોગોઈને ક્લીન ચિટ મળી ગઈ છે. કેસની તપાસ કરી રહેલ સુપ્રીમ કોર્ટના ત્રણ જજોની પેનલે જસ્ટીસ ગોગોઈ પર લાગેલા આરોપોને ખોટા ગણાવ્યા છે. સુપ્રીમ કોર્ટની એક પૂર્વ કર્મચારીએ ચીફ જસ્ટીસ રંગન ગોગોઈ પર આરોપ લગાવ્યો હતો કે સીજેઆઈએ તેમનુ યૌન શોષણ કર્યુ છે. મહિલાના આરોપ બાદ સુપ્રીમ કોર્ટના ત્રણ જજોની ઈન હાઉસ પેનલ કેસની તપાસ માટે રચના કરવામાં આવી. પેનલે પોતાની તપાસમાં ચીફ જસ્ટીસ પર લાગેલા આરોપને ખોટા ગણાવીને તેમને ક્લીન ચિટ આપી દીધી છે.

પેનલે પોતાનો રિપોર્ટ સોંપ્યો
કેસની તપાસ કરનાર જસ્ટીસ એસ એ બોબડે, ઈન્દિરા બેનર્જી અને ઈંદુ મલ્હોત્રાની પેનલે પોતાનો રિપોર્ટ જમા કરાવી દીધો છે. આ રિપોર્ટ સીજેઆઈ ઉપરાંત વરિષ્ઠ જજને સોંપી દેવામાં આવ્યો છે. જો કે આ રિપોર્ટ સાર્વજનિક નથી કરવામાં આવ્યો, આની પાછળ સુપ્રીમ કોર્ટના નિયમોનો હવાલો આપવામાં આવ્યો છે. સુપ્રીમ કોર્ટના પૂર્વ કર્મચારીએ 19 એપ્રિલે જસ્ટીસ રંજન ગોગોઈ પર યૌન શોષણના આરોપ લગાવ્યા હતા ત્યારબાદ આ પેનલની રચના કરવામાં આવી હતી.

ચીફ જસ્ટીસે કહ્યુ હતુ ષડયંત્ર
ચીફ જસ્ટીસ રંજન ગોગોઈ ગયા અઠવાડિયે પોતાની ઉપર લાગેલા આરોપોની તપાસ કરી રહેલ જસ્ટીસ એસ એ બોબડે, ઈન્દિરા બેનર્જી અને ઈન્દુ મલ્હોત્રાની ખંડપીઠ સામે હાજર થયા હતા અને બધા આરોપને નકારી દીધા હતા. વળી, ગયા મહિને આરોપ લગાવાયા બાદ પણ ચીફ જસ્ટીસ રંજન ગોગોઈએ પોતાના ઉપર લાગેલા યૌન શોષણના આરોપોને ફગાવી દીધા હતા. તેમણે આરોપો બાદ ન્યાયપાલિકા જોખમમાં હોવાની વાત કહી હતી. સીજેઆઈ રંજન ગોગોઈએ કહ્યુ હતુ કે ઘણા મહત્વપૂર્ણ કેસની સુનાવણી થવાની છે એટલા માટે જાણીજોઈને આવા આરોપ લગાવવામાં આવ્યા છે.

મહિલા પેનલ સામે હાજર થઈ નહોતી
સીજેઆઈ પર આરોપ લગાવનાર પૂર્વ કર્મચારીએ પોતાના સોગંદનામામાં બે ઘટનાઓનો ઉલ્લેખ કરીને સીજેઆઈ ગોગોઈ પર ઉત્પીડનનો આરોપ લગાવ્યો હતો. મહિલાએ બંને ઘટનાઓ ઓક્ટોબર 2018માં હોવાની વાત લખી હતી. પ્રારંભિક સુનાવણી બાદ ફરિયાદકર્તા મહિલા પેનલ સામે હાજર નહોતા થયા. તેમણે કહ્યુ હતુ કે તેમણે કહ્યુ હતુ કે તેમને આ પેનલ પાસે ન્યાયની આશા નહોતી.












Click it and Unblock the Notifications
