India China: અરૂણાચલના તવાંગમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે ઘર્ષણ, બન્ને દેશોના 30-40 જવાન ઘાયલ

LAC પાસે ચીને ફરી એકવાર નાપાક હરકત કરી છે. અરુણાચલ પ્રદેશમાં ચીની સેના (PLA) અને ભારતીય સેનાના સૈનિકો વચ્ચે અથડામણ થઈ છે. બંને સેનાના જવાનો વચ્ચે આ અથડામણ તવાંગમાં થઈ હતી. બંને દેશોના ઘણા સૈનિકો ઘાયલ થયા છે.અરુણાચલ પ્રદ

LAC પાસે ચીને ફરી એકવાર નાપાક હરકત કરી છે. અરુણાચલ પ્રદેશમાં ચીની સેના (PLA) અને ભારતીય સેનાના સૈનિકો વચ્ચે અથડામણ થઈ છે. બંને સેનાના જવાનો વચ્ચે આ અથડામણ તવાંગમાં થઈ હતી. બંને દેશોના ઘણા સૈનિકો ઘાયલ થયા છે.

China

અરુણાચલ પ્રદેશમાં LAC પર ભારત અને ચીનના સૈનિકો વચ્ચે અથડામણ થઈ હતી. આ અથડામણમાં 20-30 જવાનો ઘાયલ થયા હતા. 9 ડિસેમ્બરની રાત્રે તવાંગ સેક્ટરમાં અથડામણ થઈ હતી. અથડામણમાં બંને પક્ષના સૈનિકો ઘાયલ થયા હતા.આ ઘટના પછી, ભારતીય કમાન્ડરે શાંતિ પુનઃસ્થાપિત કરવા માટે આ મુદ્દા પર ચર્ચા કરવા માટે તેમના સમકક્ષ સાથે ફ્લેગ મીટિંગ કરી હતી.

સૈન્ય સૂત્રો પાસેથી મળેલી માહિતી મુજબ બંને દેશના સૈનિકો હવે સરહદ પરથી પીછેહઠ કરી ગયા છે. ઉલ્લેખનિય છેકે આ પહેલા વર્ષ 2020માં પણ બે સૈનિકો વચ્ચે અથડામણના સમાચાર સામે આવ્યા હતા, જેમાં આપણા ઘણા સૈનિકોએ વીરગતિ પ્રાપ્ત કરી હતી. આ પછી ભારતીય જવાનોએ ચીનને જડબાતોડ જવાબ આપ્યો હતો. જેમાં ચીનના ઘણા સૈનિકો પણ માર્યા ગયા હતા. જો કે, ચીને તેના સૈનિકોની હત્યાનો ઇનકાર કર્યો હતો. જે બાદ ઘણી આંતરરાષ્ટ્રીય ગુપ્તચર એજન્સીઓએ ચીનના આ જુઠ્ઠાણાનો પર્દાફાશ કર્યો હતો. આટલું જ નહીં વર્ષ 2020માં એક વીડિયો પણ વાયરલ થયો હતો જેમાં ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ પોતાના માર્યા ગયેલા સૈનિકોને શ્રદ્ધાંજલિ આપતા જોવા મળ્યા હતા.

અરુણાચલ પ્રદેશમાં તવાંગ સેક્ટરમાં LACના કેટલાક વિસ્તારોમાં અલગ-અલગ ધારણાના વિસ્તારો છે, બંને પક્ષો તેમના દાવાઓની હદ સુધી વિસ્તારમાં પેટ્રોલિંગ કરે છે. તે વર્ષ 2006 થી ચાલી રહ્યું છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X