દિલ્હી MCDમાં BJP-AAP કોર્પોરેટરો વચ્ચે મારામારી, એક કોર્પોરેટર બેભાન થયા

આ હંગામા અને ભાજપ અને AAPના કાઉન્સિલરો વચ્ચેની મારામારી અને અથડામણમાં દિલ્હી સિવિક સેન્ટરમાં એક કાઉન્સિલર નીચે પડી ગયા હતા. જે બાદ તેમને ટેબલ પર સુવડાવી પાણી છાંટવામાં આવ્યું.

નવી દિલ્હી : દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં આમ આદમી પાર્ટી અને બીજેપીના કાઉન્સિલરો વચ્ચે મારામારી થઈ હોવાના અહેવાલ છે. હોબાળા બાદ બંને પક્ષના કાઉન્સિલરો મારામારી સુધી પહોંચ્યા હતા અને હંગામો મચાવ્યો હતો. દિલ્હી સ્ટેન્ડિંગ કાઉન્સિલના છ સભ્યો માટે મતદાન દરમિયાન હંગામો થયો હતો.

Delhi MCD

આ હંગામા અને ભાજપ અને AAPના કાઉન્સિલરો વચ્ચેની મારામારી અને અથડામણમાં દિલ્હી સિવિક સેન્ટરમાં એક કાઉન્સિલર નીચે પડી ગયા હતા. જે બાદ તેમને ટેબલ પર સુવડાવી પાણી છાંટવામાં આવ્યું.

બીજેપી નેતા હરીશ ખુરાનાએ આમ આદમી પાર્ટી અને અરવિંદ કેજરીવાલ પર આરોપ લગાવ્યો છે કે, તે ગુંડાગીરીથી જીત્યા છે. તેમણે કહ્યું કે ચૂંટણી અધિકારી ચૂંટણી જાહેર કરે છે અને કહે છે કે મેયર દ્વારા અમાન્ય જાહેર કરાયેલા મતો માન્ય છે અને AAP અને ભાજપના 3-3 ઉમેદવારો જીત્યા છે. પરંતુ કેજરીવાલની સૂચના પર AAP અહીં ગુંડાગીરી કરે છે. અમે આ ગુંડાગીરી સહન નહીં કરીએ અને કોર્ટમાં જઈશું.

આ મુદ્દે AAP ધારાસભ્ય આતિશીએ દાવો કર્યો કે, શુક્રવારે જ્યારે સ્ટેન્ડિંગ કમિટીની ચૂંટણી ચાલી રહી હતી ત્યારે બીજેપીએ સિવિક સેન્ટરમાં ગુંડાગીરી કરી હતી. જ્યારે મતગણતરી શરૂ થઈ ત્યારે ભાજપને ખબર પડી કે તે હારી રહ્યા છે તેથી ભાજપના નેતાઓએ હોબાળો મચાવ્યો હતો. ભાજપે મેયર પર હુમલો કરી શારીરિક હુમલો કર્યો.

અહીં તમને જણાવી દઈએ કે, મેયરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર વિજેતા થયા છે અને આ મુદ્દે સતત હંગામો ચાલી રહ્યો છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X