For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Video: પિથોરાગઢમાં વાદળ ફાટ્યું, લોકોમાં ભય ફેલાયો

ઉત્તરાખંડના પિથોરાગઢમાં ભારે વરસાદ પછી હવે વાદળ ફાટવાની પણ ખબર આવી છે. વાદળ ફાટવાથી સેરાઘાટ હાઈડ્રો પાવર પ્રોજેક્ટ ડેમ ક્ષતિગ્રસ્ત થયો.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ઉત્તરાખંડના પિથોરાગઢમાં ભારે વરસાદ પછી હવે વાદળ ફાટવાની પણ ખબર આવી છે. વાદળ ફાટવાથી સેરાઘાટ હાઈડ્રો પાવર પ્રોજેક્ટ ડેમ ક્ષતિગ્રસ્ત થયો અને શહેરમાં ઝડપ થી પાણી ઘુસી ગયું. જોતજોતામાં આખો વિસ્તારમાં પાણીમાં ગરકાવ થઇ ગયો. ઉત્તરાખંડ મુનસ્યારીમાં વાદળ ફાટવાને કારણે આસપાસની વિસ્તારોની દુકાનોમાં પાણી ભરાઈ ગયું અને લાખો રૂપિયાનો સમાન બરબાદ થઇ ગયો.

monsoon

પિથોરાગઢમાં ભારે વરસાદ પછી હવે વાદળ ફાટવાને કારણ સેરાઘાટ હાઈડ્રો પાવર પ્રોજેક્ટ ડેમને નુકશાન થયું છે. આ કારણે લોકોમાં ડરનો માહોલ છે. પરંતુ હજુ સુધી કોઈને પણ નુકશાન થવાની ખબર નથી આવી. પ્રશાશન ઘ્વારા લોકોને સાવધાન રહેવા માટે સલાહ આપવામાં આવી છે. એટલું જ નહીં પરંતુ ભારે વરસાદને કારણે શારદા નદીનું જળસ્તર પણ વધી ગયું છે અને પૂર જેવી પરિસ્થિતિ પણ બની રહી છે.

ઉત્તરાખંડમાં ચોમાસાને કારણે ભારે વરસાદનું એલર્ટ પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. ભારે વરસાદને કારણે લોકોને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. સોમવારે પણ 8 જિલ્લોમાં ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે. પ્રશાશન ઘ્વારા લોકોને સતર્ક રહેવા માટે પણ સલાહ આપવામાં આવી છે.

English summary
Cloudburst hit Munsiari's Balati in Pithoragarh No casualty reported
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X