'ભગવંત માન અને મારા પપ્પાને એક તક આપો', કેજરીવાલની દીકરીએ પંજાબમાં આપ માટે માંગ્યા વોટ

અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા અને તેમની દીકરી હર્ષિતાએ પાર્ટીના મુખ્યમંત્રી ઉમેદવાર ભગવંત માન માટે પ્રચાર કર્યો.

ચંદીગઢઃ પંજાબમાં વિધાનસભા ચૂંટણી પહેલા આમ આદમી પાર્ટીના પ્રમુખ અરવિંદ કેજરીવાલની પત્ની સુનીતા અને તેમની દીકરી હર્ષિતાએ પાર્ટીના મુખ્યમંત્રી ઉમેદવાર ભગવંત માન માટે પ્રચાર કર્યો અને આ દરમિયાન તેમણે મતદારોને ભગવંત માનને એક તક આપવા માટે કહ્યુ. સીએમ કેજરીવાલની દીકરી હર્ષિતાએ જણાવ્યુ કે કેવી રીતે આમ આદમી પાર્ટીની સરકારે દિલ્લીની સરકારી સ્કૂલોમાં સુધારો કર્યો. તેણે કહ્યુ કે દુનિયાભરમાં દિલ્લીની સ્કૂલોની ચર્ચા થઈ રહી છે.

arvind kejriwal

હર્ષિતાએ કહ્યુ કે આપણે દેશમાં રહેવુ જોઈએ અને તેના વિકાસ માટે કામ કરવા જોઈએ. હું વિદેશ ન ગઈ કારણકે હું અહીં રહેવા માંગતી હતી અને દેશ માટે કામ કરવા માંગતી હતી. આપ માટે વોટ માંગીને તેણે કહ્યુ કે ભગવંત માન અને અરવિંદ કેજરીવાલને એક તક આપો. ભગવંત માનને મુખ્યમંત્રી બનાવો.

કેજરીવાલના પત્ની સુનીતાએ પણ ભગવંત માન માટે પ્રચાર કરીને કહ્યુ કે ભગવંત માન કેજરીવાલના ભાઈ જેવા છે. તેમણે કહ્યુ કે ભગવંત માન ઈમાનદાર છે, તેમના સપનાને પૂરા કરવામાં તેમની મદદ કરો. આમ આદમી પાર્ટીએ ફોન પર સર્વો કરાવ્યો જેમાં 93 ટકા લોકોએ ભગવંત માનને સીએમ ઉમેદવાર બનાવવા માટે કહ્યુ ત્યારે પાર્ટીએ તેમની સીએમ ઉમેદવાર તરીકે ઉતાર્યા છે.

ભગવંત માન પંજાબની ચૂંટણી ધૂરી વિધાનસભા વિસ્તારમાંથી લડશે. તમને જણાવી દઈએ કે 14 ફેબ્રુઆરીએ એક જ તબક્કામાં પંજાબ વિધાનસભાની ચૂંટણી થશે. મતોની ગણતરી 10 માર્ચે થશે. નામાંકન દાખલ કરવાની અંતિમ તારીખ 28 જાન્યુઆરી હતી અને નામાંકન પાછુ લેવાનુ તારીખ 31 જાન્યુઆરી નક્કી કરવામાં આવી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X