ભાજપે દિલ્લીને કચરાપેટી બનાવી દીધી અને સ્વચ્છતાના નામે બધા પૈસા ખાઈ ગયાઃ ગાઝીપુરમાં અરવિંદ કેજરીવાલ
ગાઝીપુર લેન્ડફિલ પરથી લોકોને સંબોધતા કેજરીવાલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા.
મુખ્યમંત્રી કેજરીવાલે આજે ગાઝીપુર લેન્ડફિલની મુલાકાત લીધી હતી. આ દરમિયાન તેમની સાથે ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયા પણ હાજર હતા. ગાઝીપુર લેન્ડફિલ પરથી લોકોને સંબોધતા કેજરીવાલે ભાજપ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યુ કે ભાજપે દિલ્લીને કચરાપેટી બનાવી દીધી છે. આ લોકોએ 15 વર્ષમાં 2 લાખ કરોડનો ટેક્સ ખર્ચ કર્યો. એ પછી પણ દિલ્લી સાફ ન થયુ. તેમણે કહ્યુ કે આ લોકો સ્વચ્છતાના નામે બધા પૈસા ખાઈ ગયા.

કેજરીવાલે ભાજપ પાસે 2 કરોડ રૂપિયાનો હિસાબ પણ માંગ્યો હતો. ભાજપ પર આરોપ લગાવતા તેમણે કહ્યુ કે આ લોકો જનતાના પૈસા ખાય છે અને ઉલટા તેઓ આરોપ લગાવે છે કે દિલ્લી સરકાર પૈસા આપતી નથી. દિલ્હીવાસીઓ હું તમને જણાવી દઉ કે 2 લાખ કરોડમાંથી 1 લાખ કરોડ દિલ્લી સરકારના પૈસા હતા. હું અમિત શાહને પૂછવા માંગુ છુ કે તમે કેટલા પૈસા આપ્યા? કેજરીવાલ પોતાને દિલ્લીવાસીઓનો પુત્ર કહે છે. તેમણે દિલ્લીની જનતાને કહ્યુ કે આ લોકો તમારા પુત્રને ગાળો દે છે. હું તમને પૂછવા માંગુ છુ કે જો કોઈ તમારા પુત્રને ગાળો દે તો તમે સહન કરશો? હું તમારો શ્રવણ કુમાર છુ. તેમણે કહ્યુ કે હું દિલ્લીના વડીલોને પણ પૂછવા માંગુ છુ કે જો કોઈ મને ગાળો દે તો તમે વિશ્વાસ કરશો.
સંબોધન દરમિયાન કેજરીવાલે કહ્યુ કે આ વખતે MCD ચૂંટણી સ્વચ્છતા પર લડવામાં આવશે. તો તમે બધા એક થઈ જાવ. કેજરીવાલને MCDમાં એક વાર તક આપો. જો મેં 5 વર્ષમાં દિલ્લીની સફાઈ ન કરી તો તમે અમને મત ન આપતા. ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યુ કે આ વખતે માત્ર ભાજપવાળા તેમને વોટ નહિ આપે. કેજરીવાલ જ્યારે ગાઝીપુર પહોંચ્યા ત્યારે ભાજપના કાર્યકરો પણ તેમનો વિરોધ કરી રહ્યા હતા. આ દરમિયાન તેમણે કહ્યુ કે તમે મારો ગમે તેટલો વિરોધ કરો. હું તમારા બાળકને ભણાવીશ. કાલે તમે બીમાર પડશો તો કેજરીવાલ જ સારવાર કરાવશે.
ભાજપ પર પ્રહાર કરતા તેમણે કહ્યુ કે એક દિવસ ચોક્કસ આવશે જ્યારે પાત્રા પણ કહેશે કે ભાજપ બહુ ખરાબ પાર્ટી છે. હું જાદુગર છુ... દિલ જીતવા આવ્યો છુ. કેજરીવાલે દિલ્લીના લોકોને પોતાની રાજકીય કારકિર્દીનુ વર્ણન કરતા કહ્યુ કે જ્યારે હું પહેલીવાર ચૂંટણી લડ્યો ત્યારે અમારી પાસે કંઈ નહોતુ. આજે મેં બધાના દિલ જીતી લીધા...












Click it and Unblock the Notifications
