For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

છેલ્લા 75 વર્ષોમાં ક્યારેય નથી થઈ દેશની આવી સ્થિતિ, કેજરીવાલે મોદી સરકાર પર આ રીતે સાધ્યુ નિશાન

દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મફત સુવિધાઓના મુદ્દે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધતા આકરા પ્રહારો કર્યા છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્લીઃ દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મફત સુવિધાઓના મુદ્દે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પર નિશાન સાધતા આકરા પ્રહારો કર્યા છે. ગુરુવારે એક પ્રેસ કૉન્ફરન્સ કરતી વખતે સીએમ કેજરીવાલે કહ્યુ, 'આઝાદી પછી, આજ સુધી પહેલીવાર એવુ બન્યુ છે કે કોઈ સરકાર એવુ કહી રહી હોય કે અમે સૈનિકોના પેન્શન માટે પૈસા આપી શકતા નથી.' કેજરીવાલે પૂછ્યુ કે એવુ શું થઈ ગયુ કે કેન્દ્ર સરકાર સૈનિકોને પેન્શન આપવાની સ્થિતિમાં નથી રહી. તેમણે કહ્યુ કે આજ સુધી કેન્દ્રની કોઈપણ સરકારે એવુ નથી કહ્યું કે તે સૈનિકોને પેન્શન આપવા માટે સક્ષમ નથી.

kejriwal

આશંકા વ્યક્ત કરતા દિલ્લીના સીએમ કેજરીવાલે કહ્યુ કે, 'કેન્દ્ર સરકારની આર્થિક સ્થિતિ બિલકુલ બગડી નથી.' તેમણે કહ્યુ કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર તાજેતરમાં 'અગ્નિપથ યોજના' લાવી છે. આ યોજના લાવવાના સમય વિશે એવુ કહેવામાં આવ્યુ કે તેને લાવવાની જરૂરિયાત એટલા માટે ઉભી થઈ કારણ કે સૈનિકોના પેન્શન પરનો ખર્ચ એટલો વધી ગયો હતો કે કેન્દ્ર સરકારને તે પોસાય તેમ નહોતુ. દિલ્લીના સીએમએ કહ્યુ કે આઝાદી પછી પહેલીવાર એવુ થઈ રહ્યુ છે કે કોઈ સરકાર આવુ બોલી રહી છે. છેલ્લા 75 વર્ષોમાં આજ સુધી કોઈ સરકારે કહ્યુ નથી કે દેશની સુરક્ષા માટે પૈસાની અછત છે.

હકીકતમાં, છેલ્લા કેટલાક દિવસોથી કેન્દ્ર સરકાર દ્વારા જે રીતે જનતાને મફતમાં આપવામાં આવતી સુવિધાઓનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. એવુ કહેવામાં આવી રહ્યુ છે કે તમામ મફત સુવિધાઓને બંધ કરવામાં આવે. થોડા દિવસો પહેલા જ કહેવામાં આવ્યુ હતુ કે કેન્દ્ર સરકાર દર 5-5 વર્ષે કેન્દ્રીય કર્મચારીઓ માટે પગાર પંચ બનાવશે. હજુ આઠમુ પગાર પંચ બનવાનુ હતુ પરંતુ હવે કેન્દ્ર સરકારે કહ્યુ છે કે હવે આઠમુ પગાર પંચ નહિ બને કારણ કે અમારી પાસે પૈસા નથી, અમારી પાસે પૈસાની તંગી છે. તેમણે પૂછ્યુ કે આખરે કેન્દ્ર સરકારના બધા પૈસા ક્યાં ગયા?

મનરેગાનો ઉલ્લેખ કરતા દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યુ કે મનરેગામાં સરકાર ગરીબ વ્યક્તિને 100 દિવસનુ કામ આપે છે અને પછી દૈનિક વેતનના હિસાબે 100 દિવસના પૈસા આપે છે. હવે કેન્દ્ર સરકાર કહી રહી છે કે અમારી પાસે આપવા માટે તે પૈસા પણ નથી. ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે 25 ટકાનો ઘટાડો થયો હોવાનુ જણાવ્યુ હતુ. સીએમ કેજરીવાલે કહ્યુ કે કેન્દ્ર સરકાર દેશમાં એકઠા થયેલા ટેક્સનો એક ભાગ રાજ્યોને આપે છે. તેમણે જણાવ્યુ કે રાજ્યોને 42 ટકા હિસ્સો આપવામાં આવતો હતો જે ઘટાડીને 29થી 30 ટકા કરવામાં આવ્યો છે.

તેમણે કહ્યુ કે કોંગ્રેસ 2014માં જે ટેક્સ વસૂલતી હતી તેના કરતા ત્રણ ગણો વધુ ટેક્સ વસૂલે છે. આટલા બધા પૈસા ક્યાં જાય છે? તેમણે કહ્યુ કે 15મી ઓગસ્ટે આપણે આઝાદીની 75મી વર્ષગાંઠની ઉજવણી કરી રહ્યા છીએ. આઝાદીના 75 વર્ષ પછી એવુ થઈ રહ્યુ છે કે ગરીબોના ઘઉં અને ચોખા પર ટેક્સ લાદવામાં આવી રહ્યો છે. તેમણે કહ્યુ કે આ પહેલા કોઈ સરકારે તેને લાદ્યો નથી. આ એક ક્રૂર બાબત છે કે જ્યારે કોઈ ગરીબ વ્યક્તિ ઘઉં અને ચોખા ખરીદે છે ત્યારે તેણે તેના પર ટેક્સ ચૂકવવો પડશે. મધ, છાશ, દહીં અને ચીઝ જેવા ઉત્પાદનો પર પણ ટેક્સ લાદવામાં આવ્યો છે.

દિલ્લીના સીએમ કેજરીવાલે કહ્યુ કે તેઓએ(BJP) તેમના અબજોપતિ મિત્રોની 10 લાખ કરોડ રૂપિયાની લોન માફ કરી છે. આ બધુ સરકારી પૈસાથી કરવામાં આવ્યુ હતુ. જો આ લોન માફ કરવામાં ન આવી હોત તો ખાવા-પીવા પર ટેક્સ લગાવવાની જરૂર ના પડત. તેમણે કહ્યુ કે અબજોપતિ મિત્રોનો 5 લાખ કરોડ રૂપિયાનો ટેક્સ માફ કર્યો.

English summary
CM Arvind Kejriwal says Never in past 75 years has govt taxed basic food grains
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X