સચિન પાયલટને હટાવવાની ખુશી નથી, તેમની ભાજપ સાથે સોદાબાજી થઈ ચૂકી છેઃ ગહેલોત
રાજ્યપાલ સાથે મુલાકાત બાદ સીએમ ગહેલોત મીડિયા સાથે પણ રૂબરુ થયા અને ભાજપ પર ષડયંત્ર કરવાનો આરોપ લગાવ્યો.
રાજસ્થાનમાં કોરોના વાયરસ સંકટ વચ્ચે હવે ગહેલોત સરકાર પર રાજકીય સંકટ પણ વધવા લાગ્યુ છે. પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલટના વિદ્રોહી તેવર અને ભાજપના હુમલા વચ્ચે મંગળવારે મુખ્યમંત્રી અશોક ગહેલોતે રાજ્યપાલ કલરાજ મિશ્ર સાથે મુલાકાત કરી. રાજ્યપાલ સાથે મુલાકાત બાદ સીએમ ગહેલોત મીડિયા સાથે પણ રૂબરુ થયા અને ભાજપ પર ષડયંત્ર કરવાનો આરોપ લગાવ્યો. સીએમ ગહેલોતે કહ્યુ, અમે જાણતા હતા કે આ ષડયંત્ર બહુ મોટુ છે હોર્સ ટ્રેડિંગ થઈ રહ્યુ છે. વર્તમાનમાં જે સ્થિતિ છે તે એના કારણે જ પેદા થઈ છે.

મુખ્યમંત્રી અશોક ગહેલોતે કોંગ્રેસ પાર્ટી દ્વારા સચિન પાયલટના કેબિનેટથી બહાર કરવાના નિર્ણય પર કહ્યુ, 'છેવટે મજબૂરીમાં હાઈ કમાન્ડને નિર્ણય કરવો પડ્યો કારણકે ઘણા સમયથી ભાજપ ષડયંત્ર કરી રહ્યુ હતુ. ભાજપના ષડયંત્રમાં ફસાઈને અમારા અમુક સાથીઓ ગુમરાહ થઈને દિલ્લી જતા રહ્યા હતા. સીએમે આગળ કહ્યુ, સચિન પાયલટના હાથમાં પણ કંઈ નથી, જે આખો ખેલ છે તે ભાજપના હાથમાં છે. રિસોર્ટ બુક કરવામાં આવ્યુ છે, બધી વ્યવસ્થા ભાજપની છે. જે ટીમ પહેલા મધ્ય પ્રદેશમાં વ્યવસ્થા કરી રહી હતી તે ટીમ આ વખતે વ્યવસ્થા કરી રહી છે.'
મુખ્યમંત્રી અશોક ગહેલોતે આગળ કહ્યુ, 'તેમનુ જે વલણ રહ્યુ છે 6 મહિનાથી તે આ બેલ મુઝે માર જેવુ રહ્યુ છે. રોજ ટ્વિટ કરવુ, સ્ટેટમેન્ટ આપવુ. ધારાસભ્યો સાથે મે કોઈ ભેદભાવ નથી કર્યો, ખુશી કોઈને નથી. પૂરા પ્રયત્નો કરવામાં આવ્યા પરંતુ તેમછતાં જોવામાં આવ્યુ કે સોદો થઈ ચૂક્યો છે, ભાજપની સમીપ આવી ચૂક્યા છે.' તમને જણાવી દઈએ કે આ આખો વિવાદ રાજ્ય પોલિસના વિશેષ અભિયાન સમૂહ(એસઓજી)એ રાજ્યમાં કોંગ્રેસ સરકારને પાડવા માટે એક કથિત ષડયંત્ર હેઠળ પાયલટ અને અન્ય નેતાઓને નોટિસ મોકલ્યા બાદ શરૂ થયો છે.
#WATCH: The attitude was similar to the saying 'aa bail mujhe maar' given the tweets & statements of last few months... I've been impartial to all MLAs...no one is happy about the decisions & we tried to reach out but hobnobbing with BJP has taken place: Rajasthan CM Ashok Gehlot pic.twitter.com/04YqEbFcTV
— ANI (@ANI) July 14, 2020












Click it and Unblock the Notifications
