કરોડો રૂપિયાની છેતરપિંડી કરનાર પર્લ કંપની વિશે CM ભગવંત માને કર્યું ટ્વિટ
Punjab News : પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ટ્વીટ કરીને લોકો પાસેથી કરોડો રૂપિયાની લૂંટ કરનારી પર્લ કંપની વિશે જાણકારી આપી છે.
મુખ્યમંત્રી ભગવંત માને લખ્યું છે કે, કંપનીએ લાખો લોકો પાસેથી કરોડો રૂપિયાની લૂંટ કરી છે અને પંજાબમાં કંપનીની ઘણી મિલકતો છે. જેના કારણે રાજ્ય સરકાર કાયદાકીય રીતે તમામ સમસ્યાઓ દૂર કરીને કંપનીની મિલકતોનો કબ્જો મેળવશે.

મુખ્યમંત્રી ભગવંત માને કહ્યું કે, કંપનીની સંપત્તિનો કબ્જો લીધા બાદ, તેમના દ્વારા પડાવી લેવામાં આવેલી સંપૂર્ણ રકમ લોકોને પરત કરવાનો માર્ગ શોધી કાઢવામાં આવશે. આ સંબંધમાં વિગતો ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.
અત્રે નોંધનીય બાબત એ છે કે, ચૂંટણી પહેલા મુખ્યમંત્રી માનએ લોકોને વચન આપ્યું હતું કે, જનતાના પૈસાની લૂંટ કરનારી ચિટફંડ કંપનીઓ સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે. પર્લ જેવી કંપનીઓની મિલકતો જપ્ત કરવામાં આવશે અને સામાન્ય લોકોનો એક-એક પૈસો તેમને પરત કરવામાં આવશે.












Click it and Unblock the Notifications
