પંજાબ બોર્ડ 10માંના પરિણામથી ખુશ થયા મુખ્યમંત્રી ભગવંત માન, ટૉપર્સને આપશે 51 હજાર રુપિયા
Bhagwant Mann: મુખ્યમંત્રી ભગવંત માને 10માંના પરિણામમાં પ્રથમ 3 સ્થાન મેળવનારી છોકરીઓ માટે મોટી જાહેરાત કરી છે. આ સિદ્ધિ માટે વિદ્યાર્થિનીઓને પ્રોત્સાહિત કરતાં મુખ્યમંત્રીએ કહ્યું કે પંજાબ સ્કૂલ એજ્યુકેશન બોર્ડનું 10માનું પરિણામ આજે જાહેર કરવામાં આવ્યું છે. આપણી દીકરીઓ ફરી જીતી છે.

ફરિદકોટ જિલ્લો પ્રથમ અને બીજા સ્થાને તેમજ માણસા જિલ્લો ત્રીજા સ્થાને છે. પાસ આઉટ થયેલા તમામ બાળકોને અને વાલીઓ-શિક્ષકોને પણ અભિનંદન. મુખ્યમંત્રીએ કહ્યું કે વચન મુજબ ટૉપર્સને 51,000 રૂપિયાની ઈનામી રકમ આપવામાં આવશે.
પરિણામની જાહેરાત કરતા શિક્ષણ બોર્ડના ઉપાધ્યક્ષ ડૉ.વરિન્દર ભાટિયાએ જણાવ્યું હતું કે, સંત મોહનદાસ મેમોરિયલ સીનિયર સેકન્ડરી સ્કૂલ, કોટ સુખિયા, ફરીદકોટની છાત્રા ગુરસેવક સિંહની પુત્રી ગગનદીપ કૌર 650માંથી 650 ગુણ મેળવીને પહેલુ સ્થાન મેળવ્યુ છે.
આ જ શાળાની નવજોતે 648 માર્ક્સ સાથે બીજુ સ્થાન મેળવ્યુ અને માનસા જિલ્લાની સરકારી હાઈસ્કૂલ માંડલીની હરમનદીપ કૌરે 646 માર્ક્સ સાથે ત્રીજુ સ્થાન મેળવ્યુ. 12માંના પરિણામની જેમ આ વખતે પણ પ્રથમ 3 સ્થાન પર છોકરીઓનો કબજો છે. આ વખતે ખાનગી શાળાઓની સરખામણીએ સરકારી શાળાઓનો દેખાવ સારો રહ્યો છે.












Click it and Unblock the Notifications
