મુખ્યમંત્રી ભગવંત માને ટ્વિટ કરીને આપી ખુશખબરી, કહ્યુ - આજે છે ઐતિહાસિક દિવસ
પંજાબના ખેડૂતો માટે સારા સમાચાર છે. વાસ્તવમાં, આજે નુકસાન પામેલા પાક માટે વળતરની રકમનું વિતરણ કરવા માટે મુખ્યમંત્રી ભગવંત માન પોતે અબોહરની નવી દાણા મંડી પહોંચી રહ્યા છે. સોશિયલ મીડિયા દ્વારા ટ્વીટ કરીને આ જાણકારી આપવામાં આવી છે.

પંજાબના મુખ્યમંત્રીએ લખ્યુ, "પંજાબના કૃષિ ક્ષેત્ર માટે આજનો દિવસ ખૂબ જ ઐતિહાસિક દિવસ છે.. કમોસમી વરસાદ અને અતિવૃષ્ટિના કારણે થયેલા નુકસાનના પાકનુ વળતર આજથી 20 દિવસમાં શરૂ થશે. આજે હું વ્યક્તિગત રીતે અબોહરમાં નુકસાનની રકમ જાહેર કરીશ. ખરાબ પાક હજુ ખેતરમાં છે, પણ વળતર ખાતામાં જવાનુ શરૂ થઈ ગયુ છે."
ઉલ્લેખનીય છે કે, મુખ્યમંત્રીએ ગત રોજ કહ્યું હતું કે, ભારત સરકાર દ્વારા નુકસાન થયેલા પાકના ભાવમાં કરાયેલા ઘટાડાથી ખેડૂતોને થયેલા નુકસાનની ભરપાઈ રાજ્ય સરકાર કરશે. દરેક બાબત માટે કેન્દ્ર પાસે ભીખ નહીં માંગે.












Click it and Unblock the Notifications
