શાળામાંથી છોકરીઓનું ડ્રૉપઆઉટ ખતમ કરવા સીએમ ભગવંત માનનું એલાન

પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને આજે વચન પૂર્ણ કરતાં 12500 બિનકાયમી શિક્ષકોને કાયમી કરી તેમને નિયુક્તિ પત્ર સોંપ્યાં. આની સાથે જ તેમણે સ્કૂલમાં છોકરીઓના ડ્રૉપઆઉટની સમસ્યાને ખતમ કરવા મોટું એલાન કર્યું. તેમણે કહ્યું કે, અમે એક પાયલટ પ્રોજેક્ટ શરૂ કરવા જઈ રહ્યા છીએ.

bhagwant mann

જે અંતર્ગત શાળાઓને બસ આપવામાં આવશે, પહેલા તબક્કામાં અમુક શાળાઓથી શરૂઆત થશે. ગામમાં છોકરીઓને દૂર સ્થિત શાળાએથી અભ્યાસ છોડવા માટે મજબૂર કરવામાં આવતી હતી. એવા છેવાડાના વિસ્તારોમાં આવેલ ગ્રામીણ સ્કૂલોને બસ મળશે.

ભગવંત માન સરકારે આ નિર્ણયથી પોતાના ગામથી દૂર ભણવા જતી છોકરીઓના પરિવહનની સમસ્યાનો અંત આણવાનો પ્રયત્ન કર્યો છે. સ્કૂલોને બસ મળી જશે તો સ્કૂલે ભણવા જતી દીકરીઓના માતા-પિતા પણ તેમની સંતાનની સુરક્ષાને લઈ નિશ્ચિંત થઇ જશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X