Amritpal Singh: અરવિંદ કેજરીવાલે કહ્યુ - કટ્ટર દેશભક્ત પાર્ટી છે AAP, પંજાબ સરકારે બતાવી દીધુ
દિલ્લીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યુ કે, પંજાબ સરકારની છેલ્લા કેટલાક દિવસોમાં થયેલી કાર્યવાહીએ બતાવ્યુ છે કે આમ આદમી પાર્ટી કટ્ટર દેશભક્ત પાર્ટી છે.

Amritpal Singh Punjabનો મામલો દેશભરમાં હેડલાઇન્સમાં છે. ખાલિસ્તાની લિંકને કારણે આ મામલો પણ ખૂબ જ સંવેદનશીલ છે. અમૃતપાલના પગલે પોલીસે 140થી વધુ લોકોને પકડ્યા બાદ પણ ચોથા દિવસે પણ અમૃતપાલની શોધ ચાલુ છે. હથિયારો મળી આવ્યા છે. પોલીસનુ કહેવુ છે કે મોટેભાગે નિયંત્રણ મેળવી લેવાયુ છે.
પંજાબ પોલીસની કાર્યવાહી પર સીએમ કેજરીવાલે શું કહ્યુ
આ દરમિયાન, આમ આદમી પાર્ટી (AAP)ના વડા અને દિલ્લીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે પંજાબમાં કાર્યવાહીની પ્રશંસા કરી હતી. તેમણે વીડિયો ટ્વીટ સાથે લખ્યુ, "પંજાબ સરકારની છેલ્લા કેટલાક દિવસોમાં થયેલી કાર્યવાહીએ બતાવ્યુ છે કે આમ આદમી પાર્ટી કટ્ટર દેશભક્ત પાર્ટી છે. દેશ વિરુદ્ધ કામ કરનારાઓને બક્ષવામાં આવશે નહીં. પંજાબના સીએમ માન સાહેબને આટલા સંયમ અને પરિપક્વતા પૂર્ણ કામ કરવા બદલ અભિનંદન."
पिछले कुछ दिनों की पंजाब सरकार की कार्रवाई ने दिखा दिया कि आम आदमी पार्टी कट्टर देशभक्त पार्टी है। देश के ख़िलाफ़ काम करने वालों को बख़्शा नहीं जाएगा। पंजाब के CM मान साहब को इतने संयम और परिपक्वता से काम करने पर बधाई। https://t.co/QsT7cyLIYJ
— Arvind Kejriwal (@ArvindKejriwal) March 21, 2023
ઈન્ડિયા નેપાળ બૉર્ડર પર શોધ ચાલુ
અમૃતપાલના સંગઠન વારિસ પંજાબ દે સાથે સંબંધ ધરાવતા લોકો સામે પોલીસ સતત કેસ નોંધી રહી છે. સુરક્ષા દળોની કાર્યવાહીને લઈને પંજાબમાં આમ આદમી પાર્ટી (AAP) સરકારનુ કહેવુ છે કે સુરક્ષા દળોની સાથે રાજ્ય પોલીસ પણ અમૃતપાલને પકડવા માટે સખત પ્રયાસ કરી રહી છે. અહેવાલો અનુસાર, ભારત-નેપાળ સરહદ તરફ પણ સર્ચ કરવામાં આવી રહ્યુ છે.












Click it and Unblock the Notifications
