માંજીએ કહ્યું, નીતિશ જ હશે આગામી મુખ્યમંત્રી

પટણા, 27 ડિસેમ્બર: બિહારમાં આગામી વર્ષે વિધાનસભાની ચૂંટણી થવાની છે. ચૂંટણી પહેલાં જ અહીં જેડીયૂ અને આરજેડીમાં સાંઠગાંઠની વાત ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિજય રથ રોકવા માટે જનતા પરિવારની પાર્ટીઓ એકજૂટ થઇ રહી છે તો બીજી તરફ બિહાર ચૂંટણી પહેલાં મુખ્યમંત્રીની ખુરશીના દાવેદારો પર નિવેદનબાજી ચાલી રહી છે.

બિહારના વર્તમાન મુખ્યમંત્રી જીતનરામ માંજીએ એકવાર ફરી પુનરાવર્તિત કર્યું છે કે જો બિહારમાં જેડીયૂની સરકાર બની, તો મુખ્યમંત્રી નીતિશ કુમાર જ હશે. જીતનરામ માંજીએ કહ્યું કે નીતિશ જ 2015માં બિહારના મુખ્યમંત્રી હશે. તેમણે કહ્યું કે હવે મારી શીખવાની ઉંમર પસાર થઇ ગઇ છે.

jitanram-manjhi-bihar

આ નિવેદન એટલા માટે મહત્વપૂર્ણ છે કારણ કે બિહારમાં આરજેડી અને જેડીયૂના વિલય પર ચર્ચાઓ ચાલી રહી છે. એવામાં સીએમ દાવેદારની વાતો આ વિલયમાં ખલેલ પાડી શકે છે. જો કે જીતનરામ માંજીના નિવેદન પર આરજેડીએ હજુસુધી કોઇ પ્રતિક્રિયા આપી નથી. તમને જણાવી દઇએ કે વિલયની તરફ આગળ વધી રહેલા પૂર્વ મુખ્યમંત્રી નીતિશ કુમાર અને આરજેડી સુપ્રીમો લાલૂ પ્રસાદ સીએમ પદને લઇને કોઇપણ પ્રકારનું નિવેદન આપવાથી બચી રહ્યાં છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X