આતંકી હુમલામાં શહીદ થયેલા હરકૃષ્ણ સિંહ અને મનદીપ સિંહના પરિવારને મળ્યા સીએમ માન
મુખ્યમંત્રી ભગવંત માન જમ્મુ અને કાશ્મીરના પુંછમાં થયેલા આતંકવાદી હુમલામાં શહીદ થયેલા પંજાબના શહીદોના ઘરે ગયા અને પીડિત પરિવારને દિલાસો આપ્યો હતો. સીએમ માન બટાલાના જવાન એસ. હરકૃષ્ણ સિંહ અને લુધિયાણાના શહીદ મનદીપ સિંહના પરિવારને મળ્યા હતા.

જમ્મુમાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા બટાલાના શહીદ એસ. હરકૃષ્ણ સિંહના પરિવારજનોએ સાથે મળીને તેમનું દુ:ખ વહેંચ્યુ હતુ. શહીદને પુષ્પ અર્પણ કરવામાં આવ્યા હતા. સરકાર તરફથી નાણાકીય સહાય તરીકે ₹ 1 કરોડનો ચેક પરિવારને અર્પણ કરવામાં આવ્યો હતો. આપણો શહીદ, પંજાબ અને દેશનુ ગૌરવ.
મુખ્યમંત્રી ભગવંત માન જમ્મુમાં આતંકવાદી હુમલામાં શહીદ થયેલા લુધિયાણા જિલ્લાના જવાન મનદીપ સિંહના પરિવારને પણ મળ્યા અને તેમનુ દુઃખ વહેંચ્યુ હતુ. સરકારે નાણાકીય સહાય માટે પરિવારને એક કરોડનો ચેક આપ્યો હતો. સીએમ માને કહ્યુ કે શહીદ જવાને દેશ પ્રત્યેની પોતાની જવાબદારી નિભાવી છે, હવે તેના પરિવારના ભરણપોષણની જવાબદારી સરકાર ઉઠાવશે.












Click it and Unblock the Notifications
