સિદ્ધારમૈયાના નિશાના પર પીએમઃ “મોદી અસલી વ્યક્તિ છે, જે આ ખેલ પાછળ છે”

કર્ણાટકના પૂર્વ સીએમ સિદ્ધારમૈયાએ ગુરુવારે પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યુ કે મોદી જ એ મુખ્ય વ્યક્તિ છે...જે આ આખા ખેલની પાછળ છે.

કર્ણાટકનો રાજકીય સંગ્રામ સતત રસપ્રદ બનતો જઈ રહ્યો છે. કોંગ્રેસ-ભાજપ એકબીજા પર આરોપ-પ્રત્યારોપ લગાવી રહ્યા છે. જ્યાં એક તરફ બીએસ યેદિયુરપ્પાએ આજે મુખ્યમંત્રી તરીકે ત્રીજી વાર શપથ ગ્રહણ કર્યા તો બીજી તરફ કોંગ્રેસ સતત વિરોધ પ્રદર્શન કરી રહી છે. કોંગ્રેસ દાવો કરી રહ્યુ છે કે ભાજપ અલ્પમતની સરકાર છે. તેમની પાસે 118 ધારાસભ્યોનું સમર્થન છે. કર્ણાટકના પૂર્વ સીએમ સિદ્ધારમૈયાએ ગુરુવારે પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યુ કે મોદી જ એ મુખ્ય વ્યક્તિ છે...જે આ આખા ખેલની પાછળ છે.

ભાજપ પાસે બહુમત નથી

ભાજપ પાસે બહુમત નથી

ઈન્ડિયા ટુડે સાથે વાત કરતા સિદ્ધારમૈયાએ કહ્યુ કે, કર્ણાટકની રાજનીતિમાં જે પણ ઘટનાક્રમ ચાલી રહ્યો છે તેની પાછળ મોદીનો હાથ છે. તેમણે આ વાતનું પુનરાવર્તન કરતાં કહ્યુ કે ભાજપ પાસે પર્યાપ્ત સંખ્યા નથી. સિદ્ધારમૈયાએ કહ્યુ કે, "અમે અસુરક્ષિત નથી. કોંગ્રેસ અને જેડીએસ પાસે સાબિત કરવા માટે જરૂરી સંખ્યા છે. ભાજપ પાસે નથી." તેમણે એ વાતનો પણ દાવો કર્યો કે બધા 118 ધારાસભ્યો વિધાનસભામાં ઉપસ્થિત રહેશે.

દેશમાં લોકતંત્ર બચ્યુ જ નથી તો હત્યા કોની થશે

દેશમાં લોકતંત્ર બચ્યુ જ નથી તો હત્યા કોની થશે

વળી, આ મુદ્દે મહારાષ્ટ્રમાં ભાજપના સહયોગી પક્ષ શિવસેનાના રાજ્યસભા સાંસદ રાઉતે કહ્યુ કે બીએસ યેદિયુરપ્પાએ શપથ લઈ લીધા છે પરંતુ બહુમત સાબિત કરવો તેમના માટે મુશ્કેલ છે. રાજ્યપાલે તેમને બોલાવવા જોઈતા હતા જેમની પાસે સૌથી વધુ સંખ્યા હતી. આવુ થાય છે ત્યારે લોકો કહે છે કે લોકતંત્રની હત્યા થઈ ગઈ પરંતુ જ્યારે દેશમાં લોકતંત્ર બચ્યુ જ નથી તો હત્યા કોની થશે.

ભાજપ ધારાસભ્યોને ડરાવી રહી છે

ભાજપ ધારાસભ્યોને ડરાવી રહી છે

વળી, જેડીએસ ચીફ એચડી કુમારસ્વામીએ પીએમ મોદી અને ભાજપ પર હુમલો કરતાં કહ્યુ કે મોદી સરકાર કેન્દ્રીય સંસ્થાઓનો ખોટો ઉપયોગ કરી રહી છે. મને ખબર છે તે ધારાસભ્યોને ડરાવી રહ્યા છે. આનંદ સિંહે જણાવ્યુ કે તે ઈડીનો ઉપયોગ કરી રહ્યા છે અને તેમનો એક કેસ ઈડીમાં છે અને તે એમને બરબાદ કરી દેશે. મને માફ કરજો પરંતુ મારે પોતાને બચાવવાનો છે. કોંગ્રેસના બીજા ધારાસભ્યો જેમણે આનંદ સાથે વાત કરી તેમણે જણાવ્યુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X