શ્રીરામ જન્મોત્સવ અનુષ્ઠાનમાં સામેલ થયા સીએમ યોગી, કહ્યુ - રામ રાજ્યની પરિકલ્પના થઈ રહી છે સાકાર

CM Yogi

Gorakhpur News: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ગુરુવારે શ્રી રામ જન્મોત્સવ અનુષ્ઠાન કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ પછી તેમણે મીડિયા સાથે વાતચીત કરી. મુખ્યમંત્રીએ રાજ્યના લોકોને રામ નવમીની શુભકામનાઓ પણ પાઠવી.

આ પ્રસંગે સીએમ યોગીએ કહ્યુ કે ભગવાન શ્રીરામ મર્યાદાના પ્રતીક છે. ધર્મના પ્રતીક છે. ધર્મ કર્તવ્યની ભાવના આપે છે. ધર્મ આપણને સદાચાર, ફરજ અને નૈતિક મૂલ્યો સાથે જોડે છે અને સાચા માર્ગ પર ચાલીને સકારાત્મક અને સર્જનાત્મક વલણ તરફ દોરી જાય છે. જેના અનુસંધાને દેશ અને રાજ્યમાં સતત રચનાત્મક કાર્યો થઈ રહ્યા છે.

પીએમ મોદીના નેતૃત્વમાં આ સર્જનાત્મકતા અને સકારાત્મકતા સાથે ભારત વિશ્વ મંચ પર ઝડપથી આગળ વધી રહ્યુ છે. PM મોદીનો પ્રભાવ દેશમાં દરેક વ્યક્તિ પર દેખાઈ રહ્યો છે. આજે ભારતમાં રામ રાજ્યની કલ્પના સાકાર થઈ રહી છે. સામાન્ય માણસની સુખ-સુવિધાનુ ધ્યાન રાખવુ એ સરકારની પ્રાથમિકતા છે.

સીએમ યોગીએ કહ્યુ કે હું માતા જગદંબા અને મર્યાદા પુરૂષોત્તમ ભગવાન શ્રી રામને સામાન્ય માણસના સારા જીવન માટે પ્રાર્થના કરુ છુ. આજનો દિવસ ઉત્સાહ અને ઉમંગનો છે. આ પ્રસંગે રાજ્યભરમાં કાર્યક્રમોનુ આયોજન કરવામાં આવી રહ્યુ છે. અયોધ્યામાં અત્યાર સુધીમાં લગભગ 15 લાખ લોકોએ પવિત્ર સરયૂ નદીમાં સ્નાન કરીને ભગવાન શ્રીરામના દર્શન કર્યા છે. ગોરખનાથ મંદિરના મુક્તકાશી મંચમાં આયોજિત ભગવાન શ્રી રામની જન્મજયંતિમાં મુખ્યમંત્રીએ ભાગ લીધો હતો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X