CM યોગીએ મહારાજગંજવાસીઓને આપી 28 અબજ રુપિયાની વિકાસ પરિયોજનાઓની ભેટ

Mahrajganj News: ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રવિવારે મહારાજગંજ જિલ્લામાં રૂ. 28 અબજના વિકાસ પ્રોજેક્ટનુ ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યો હતો. જેમાં કુલ એક હજારથી વધુ પ્રોજેક્ટનો સમાવેશ થાય છે. આ કાર્યક્રમ GSVS ઇન્ટર કોલેજ ગ્રાઉન્ડ ખાતે યોજાયો હતો. આ દરમિયાન મુખ્યમંત્રીએ કેન્દ્ર અને રાજ્ય સરકારની ઉપલબ્ધિઓ પણ જણાવી હતી.

આ પ્રસંગે સીએમ યોગીએ કહ્યુ કે વડાપ્રધાન મોદીના નેતૃત્વમાં આખા દેશે વિકાસના ઘણા નવા રેકૉર્ડ બનાવ્યા છે. આજે સમગ્ર વિશ્વમાં ભારતને એક નવી ઓળખ મળી છે. આજે આપણો દેશ G-20 જૂથની બેઠકનુ નેતૃત્વ કરી રહ્યો છે. તે આપણા બધા માટે ગર્વની વાત છે. સમાજના દરેક વર્ગના લોકોને સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.

Yogi Adityanath

સીએમ યોગીએ કહ્યુ કે આજે ઉત્તર પ્રદેશમાં કાયદાનુ શાસન છે. ગુનેગારોમાં ભયનો માહોલ સર્જાયો છે. ગુનેગારો રાજ્યમાંથી ભાગી રહ્યા છે. સામાન્ય જનતાને ન્યાય મળી રહ્યો છે. જમીન માફિયાઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. શિક્ષણ, આરોગ્ય, માર્ગ અને ઉદ્યોગના તમામ ક્ષેત્રોમાં વિકાસના નવા વિક્રમો પ્રસ્થાપિત થયા છે. વિકાસની પ્રક્રિયા ચાલુ રહે છે.

મહારાજગંજમાં જે મુખ્ય પરિયોજનાઓનુ મુખ્યમંત્રીએ લોકાર્પણ કર્યુ તેમાં એક અબજની કિંમતથી બનેલ વૈકુંઠપુર વિજળી ઉપકેન્દ્ર, બે અબજની કિંમતનો 250 કિલોમીટરથી વધુનો તૈયાર રસ્તો, 19 કરોડની કિંમતની સિંચાઈ વિભાગની પાંચ પરિયોજના, 25 કરોડની કિંમતની 11 પેયજળ પરિયોજના, ચાર કરોડની કિંમતની પર્યટન વિકાસ સાથે જોડાયેલી યોજના, લગભગ 3 કરોડની કિંમતની મનરેગા પાર્ક તેમજ રમતગમત મેદાન સામેલ છે.

આ ઉપરાંત બે કરોડની કિંમતથી નિગમોમાં થયેલ પાઈપ લાઈન વિકાસના કાર્યો, 80 લાખની કિંમતના હોમિયોપેથી ચિકિત્સાધિકારી કાર્યાલય, એક કરોડ 19 લાખથી જિલ્લા હૉસ્પિટલમાં બનેલ મેડિકલ, સર્જિકલ તેમજ એક્સીડેન્ટર ઈમરજન્સી યુનિટ, 40 લાખની કિંમતના અડ્ડા બજારના પશુ ચિકિત્સાલય સામેલ છે. સીએમ યોગીએ 249 યુવાનોમાં ટેબલેટનુ પણ વિતરણ કર્યુ હતુ. આ સાથે મુખ્યમંત્રી બાલ સેવા યોજના હેઠળ કુલ 30 લાભાર્થીઓને લેપટોપનુ પણ વિતરણ કરવામાં આવ્યુ હતુ.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X