For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહાગઠબંધન પર યોગીનો જવાબ, યુપીમાં નવું 'ચિપકો આંદોલન'

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે વિધાનસભાના મોન્સૂન સત્રમાં અનુપૂરક બજેટ પર ચર્ચા દરમિયાન લોકસભા ઈલેક્શન માટે બનેલા મહાગઠબંધન પર પ્રહાર કર્યા છે.

By Prajapati Anuj
|
Google Oneindia Gujarati News

ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે બુધવારે વિધાનસભાના મોન્સૂન સત્રમાં અનુપૂરક બજેટ પર ચર્ચા દરમિયાન લોકસભા ઈલેક્શન માટે બનેલા મહાગઠબંધન પર પ્રહાર કર્યા છે. યોગી આદિત્યનાથ ઘ્વારા જણાવવામાં આવ્યું કે યુપીમાં નવું "ચિપકો આંદોલન" ચાલી રહ્યું છે. તેમને જણાવ્યું કે બીએસેપી કહે છે કે સપાથી તેમને અંતર બનાવ્યું છે, પરંતુ ખબર નથી કેટલું અંતર છે. સતત કાનૂન વ્યવસ્થા મુદ્દે આલોચનાનો શિકાર બની રહેલી સરકારનો સીએમ યોગીએ બચાવ કર્યો છે.

એસપી અને બીએસપી સરકારોએ 15 વર્ષ સુધી દલિતોને અન્યાય કર્યો

એસપી અને બીએસપી સરકારોએ 15 વર્ષ સુધી દલિતોને અન્યાય કર્યો

સપા, બસપા અને કોંગ્રેસ પર પ્રહાર કરતા યોગી આદિત્યનાથે જણાવ્યું કે એસપી અને બીએસપી સરકારોએ 15 વર્ષ સુધી દલિતોને અન્યાય કર્યો છે. યોગી આદિત્યનાથે જણાવ્યું કે અમેઠી અને રાયબરેલીની સ્થિતિ કેવી હતી કે બધા જ જાણે છે. ત્યાં જિલ્લા કાર્યાલય ના હતું. તેમને જણાવ્યું કે રાયબરેલીમાં એમ્સની ઘોષણા ક્યારની થઇ ગયી હતી પરંતુ તેનું ઝડપી નિર્માણ અમે કર્યું.

છેલ્લા 16 મહિનામાં યુપીમાં એક પણ દંગા નથી થયા

છેલ્લા 16 મહિનામાં યુપીમાં એક પણ દંગા નથી થયા

સીએમ યોગી ઘ્વારા જણાવવામાં આવ્યું કે છેલ્લા 16 મહિનામાં યુપીમાં એક પણ દંગા નથી થયા. યુપીમાં આવી કાનૂન વ્યવસ્થા પહેલા ક્યારેય પણ ના હતી. પાછલી સરકારોએ યુપીની છબી ખબર કરી હતી અમે તે છબીમાં સુધારો કર્યો છે.

બહારથી આવેલા લોકો અહીંના નાગરિકોના હિત છીનવાનો પ્રયાસ કરી રહ્યા છે

બહારથી આવેલા લોકો અહીંના નાગરિકોના હિત છીનવાનો પ્રયાસ કરી રહ્યા છે

આસામ એનઆરસી મુદ્દે બોલતા સીએમ યોગી આદિત્યનાથે જણાવ્યું કે રાષ્ટ્રીય નાગરિકતા રજીસ્ટર પર આસામ સરકારની પહેલ સાર્થક છે. અમે શરણાર્થીઓને સમ્માન આપીયે, બધી જ સુવિધા આપીયે, જે ભારતની નીતિ રહી છે. પરંતુ બહારથી આવેલા લોકો અહીંના નાગરિકોના હિત છીનવાનો પ્રયાસ કરી રહ્યા છે. જેથી તેમને આ પ્રકારની છૂટ નહીં આપી શકાય.

English summary
CM Yogi Adityanath says on mahagathbandhan, New Chipko movement in UP
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X