ન્યૂઝ ચેનલો પર મોદી, રાહુલ કરતા આગળ કેજરીવાલ

Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 15 એપ્રિલ: આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ સમાજાર ચેનલો પર પ્રાઇમ ટાઇમમાં સૌથી વધારે છવાયેલા રહ્યા, જ્યારે ભારતીય જનતા પાર્ટીના વડાપ્રધાન પદના ઉમેદવાર અને કોંગ્રેસના રાહુલ ગાંધી આ મામલામાં બીજા અને ત્રીજા સ્થાન પર રહ્યા. સીએમએસ મીડિયા લેબ દ્વારા પાંચ સમાચાર ચેનલોનું અધ્યયન કરવામાં આવ્યું. અધ્યયન અનુસાર, 1થી 15 માર્ચ વચ્ચે પ્રાઇમ ટાઇમ સાંજે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં કેજરીવાલ સંબધિત સમાચારો કુલ 429 મિનિટ બતાવવામાં આવી, જે પ્રાઇમ ટાઇમના 28.19 ટકા રહ્યું.

આ જ સમયગાળામાં નરેન્દ્ર મોદી સાથે સંબંધિત સમાચાર 356 મિનિટ બતાવવામાં આવી, જે કુલ પ્રાઇમ ટાઇમના 23.98 ટકા રહી. જ્યારે કોંગ્રેસના રાહુલ ગાંધી સાથે સંબંધિત સમાચારોમાં 72 મિનિટ સમય આપવામાં આવ્યો, જે કુલ પ્રાઇમ ટાઇમના 4.76 ટકા રહ્યો. અધ્યયનમાં આજ તક, એબીપી ન્યૂઝ, જી ન્યૂઝ, એનડીટીવી24x7 અને સીએનએન આઇબીએન જેવી ન્યૂઝ ચેનલોનો સામેલ કરવામાં આવ્યો છે.

સીએમએસ મીડિયા લેબે જણાવ્યું કે રાહુલને કેજરીવાલથી છ ગણો ઓછો અને મોદી કરતા પાંચ ગણા બતાવવામાં આવ્યા છે. અધ્યયનથી લોકસભા ચૂંટણી 2014ને લઇને કહેવામાં આવતી બાબતથી મીડિયા મોદીમય થઇ ગયું છે, એ બાબત ખોટી સાબિત થાય છે, કારણ કે આ મામલામાં કેજરીવાલ સૌથી આગળ છે. જોકે રાજનૈતિક દળોની વાત કરીએ તો સર્વાધિક કવરેજ ભાજપને આપવામાં આવ્યું છે, જ્યારે બીજા સ્થાન પર આપ અને ત્રીજા સ્થાન પર કોંગ્રેસ આવે છે.

જુઓ મીડિયા કવરેજમાં કોણ છે આગળ..

અરવિંંદ કેજરીવાલ

અરવિંંદ કેજરીવાલ

અધ્યયન અનુસાર, 1થી 15 માર્ચ વચ્ચે પ્રાઇમ ટાઇમ સાંજે 8 વાગ્યાથી 10 વાગ્યા સુધીમાં કેજરીવાલ સંબધિત સમાચારો કુલ 429 મિનિટ બતાવવામાં આવી, જે પ્રાઇમ ટાઇમના 28.19 ટકા રહ્યું.

નરેન્દ્ર મોદી

નરેન્દ્ર મોદી

આ જ સમયગાળામાં નરેન્દ્ર મોદી સાથે સંબંધિત સમાચાર 356 મિનિટ બતાવવામાં આવી, જે કુલ પ્રાઇમ ટાઇમના 23.98 ટકા રહી.

રાહુલ ગાંધી

રાહુલ ગાંધી

જ્યારે કોંગ્રેસના રાહુલ ગાંધી સાથે સંબંધિત સમાચારોમાં 72 મિનિટ સમય આપવામાં આવ્યો, જે કુલ પ્રાઇમ ટાઇમના 4.76 ટકા રહ્યો.

ભારતીય જનતા પાર્ટી

ભારતીય જનતા પાર્ટી

અધ્યયનથી લોકસભા ચૂંટણી 2014ને લઇને કહેવામાં આવતી બાબતથી મીડિયા મોદીમય થઇ ગયું છે, એ બાબત ખોટી સાબિત થાય છે, કારણ કે આ મામલામાં કેજરીવાલ સૌથી આગળ છે. જોકે રાજનૈતિક દળોની વાત કરીએ તો સર્વાધિક કવરેજ ભાજપને આપવામાં આવ્યું છે

આમ આદમી પાર્ટી

આમ આદમી પાર્ટી

સૌથી વધારે મીડિયા કવરેજમાં મેળવવામાં બીજા સ્થાને આમ આદમી પાર્ટીનો નંબર આવે છે.

કોંગ્રેસ

કોંગ્રેસ

મીડિયા કવરેજમાં સૌથી આગળ ભાજપ અને આપ છે ત્યારબાદ કોંગ્રેસનો નંબર આવે છે.

English summary
CMS Media survey says media not favoring Narendra Modi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X