Co-WIN ડેટા લીક નથી થયો, એપ એકદમ સુરક્ષિત-કેન્દ્ર સરકાર

કોરોના વાયરસ વેક્સિનેશન પોર્ટલ Co-WIN નો ડેટા લીક થયો હોવાના અહેવાલો આવી રહ્યા છે ત્યારે કેન્દ્ર સરકારે આ અહેવાલોનું ખંડન કર્યુ છે. સરકારે કહ્યું છે કે કોઈપણ પ્રકારનો ડેટા લિક થયો નથી.

આ અહેવાલોનું ખંડન કરતા સરકારે કહ્યું કે, Co-WIN એપ્લિકેશન સંપૂર્ણ સુરક્ષિત છે. ડેટા લીકના અહેવાલ ફેલાવવા એ કોઈનું તોફાની કૃત્ય છે. ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય પાસેથી આ સંબંધે રિપોર્ટ માંગવામાં આવ્યો છે.

hack

કેન્દ્ર સરકારે જણાવ્યુ કે, આરોગ્ય મંત્રાલયનું કોવિન પોર્ટલ ડેટા ગોપનીયતા માટે સલામતી સાથે સંપૂર્ણ રીતે સુરક્ષિત છે. એપ સલામત છે. ડેટા ઉલ્લઘનના અહેવાલો પાયાવિહોણા અને શરારતી છે. સ્વાસ્થ્ય મંત્રાલયે ભારતીય કમ્પ્યુટર ઇમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) અને સાયબર સુરક્ષાને આ મુદ્દા પર ધ્યાન આપવા જણાવ્યું છે અને રિપોર્ટ પણ માંગ્યો છે.

બીજી તરફ આ અહેવાલો બાદ ભારત સરકારની સાયબર સુરક્ષા શાખા ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In) એ તપાસ શરૂ કરી છે.

IT મંત્રાલયના એક સિનિયર અધિકારીએ જણાવ્યુ કે, પ્રારંભિક માહિતી અનુસાર, એક બોટે સ્વાસ્થ્ય મંત્રાલયની કો-વિન એપ્લિકેશનના ટેલિગ્રામનો ભંગ કર્યો છે. જો કે CERT-In આ કેસોની તપાસ કરી રહી છે.

અહીં તમને જણાવી દઈએ કે, દાવો કરાયો હતો કે કોરોના વેક્સિન પોર્ટલ કોવિનનો તમામ ડેટા લિરક થયો છે અને ઓનલાઈન ઉપલબ્ધ છે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X