For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોલસા કૌભાંડ : સોનિયા ગાંધીએ વડાપ્રધાનના રાજીનામાની માંગ નકારી

|
Google Oneindia Gujarati News

manmohan-sonia
નવી દિલ્હી, 23 એપ્રિલ : કોલસા કૌભાંડના મામલે વિરોધ પક્ષે આજે સંસદને ગજાવી મૂકી છે. સંસદના બંને ગૃહમાં વિપક્ષી સભ્યોએ ઉહાપોહ મચાવ્યો છે. ભાજપના સંસદીય પક્ષે નક્કી કર્યું છે કે તેના સંસદસભ્યો વડાપ્રધાન મનમોહન સિંહ અને કાયદા પ્રધાન અશ્વિની કુમારના રાજીનામાની માગણી માટે દબાણ કરવાનું ચાલુ રાખશે.

તેનો આરોપ છે કે કોલસા બ્લોક્સની ફાળવણીના મામલામાં સીબીઆઈએ ઝીણવટપૂર્વક તપાસ કરી નથી. ભાજપના પ્રવક્તા રવિશંકર પ્રસાદનું કહેવું છે કે સરકાર સત્યને દબાવે તે અમને સ્વીકાર્ય નથી. અમારી માગણી છે કે વડાપ્રધાને રાજીનામું આપવું જોઈએ અને અશ્વિની કુમારને કેબિનેટમાંથી દૂર કરવા જોઈએ.

દરમિયાન, કેન્દ્રની યુપીએ સરકારનાં અધ્યક્ષા અને કોંગ્રેસ પ્રમુખ સોનિયા ગાંધીએ મનમોહન સિંહના રાજીનામા માટે વિપક્ષે કરેલી માગણીને નકારી કાઢી છે. ભાજપના સભ્યોએ વડાપ્રધાનના રાજીનામાની માગણી સાથે ઘોંઘાટ ચાલુ રાખતાં લોકસભાની બેઠક મંગળવારના દિવસ પૂરતી મુલતવી રાખવી પડી છે. બુધવારે મહાવીર જયંતી નિમિત્તે રજા હોઈ હવે ગૃહની બેઠક ગુરુવારે મળશે.

સંસદની સ્થાયી સમિતિએ તેના અહેવાલમાં કહ્યું છે કે 1993 અને 2008 વચ્ચે વિતરણ કરાયેલા તમામ કોલ બ્લોક્સ ગેરકાયદેસર હતા અને તેમાં પારદર્શિતા રાખવામાં આવી નહોતી. કોલ બ્લોક્સની ફાળવણી માટે કોઈ બિડિંગ પ્રક્રિયા હાથ ધરવામાં આવી નહોતી.

English summary
Coal Scam : Sonia Gandhi rejected demand of PM's resignation
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X