કોકા-કોલા પીવાથી થઈ શકે છે કેન્સર, કોકમાં રહેલા સ્વીટનર એસ્પાર્ટેમને ખતરનાક પદાર્થની લિસ્ટમાં નાખશે WHO
Coca Cola Causes Cancer: કોકા-કોલાના પીવાના શોખીનો માટે ચોંકાવનાર સમાચાર સામે આવી રહ્યા છે. કોકા-કોલા પીવાથી કેન્સર થવાનો ખતરો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) એ આ વાતની પુષ્ટિ કરી છે. WHOએ આ અંગે ચેતવણી જાહેર કરી છે.
તેમણે કહ્યું કે કૃત્રિમ સ્વીટનર એસ્પાર્ટમ, જે કોકા-કોલા સહિત અન્ય પીણાં અને ખાદ્ય પદાર્થોને મધુર બનાવે છે, તેનાથી કેન્સર થવાનું જોખમ રહેલું છે. વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ દાયકાઓથી કોકમાં Aspartame નો ઉપયોગ કરવામાં આવે છે. તે ઘણા દેશોમાં વ્યાપકપણે ઉપયોગમાં લેવાય છે.

નવા સંશોધન પછી તે યુએસમાં નવેસરથી તપાસ હેઠળ આવ્યું છે. એસ્પાર્ટમનો ઉપયોગ ખાંડના વિકલ્પ તરીકે થાય છે. જે કેક સહિત અનેક ખાદ્યપદાર્થોને મધુર બનાવે છે. આ એક કૃત્રિમ સ્વીટનર છે.
રોઇટર્સના અહેવાલ મુજબ, ઇન્ટરનેશનલ એજન્સી ફૉર રિસર્ચ ઓન કેન્સર (IARC) અને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (WHO) પણ આવતા મહિને સંભવિત કાર્સિનોજેન જાહેર કરવા માટે તૈયાર છે. આ સ્વીટનરને કેન્સર થવાની સંભાવના હોય તેવી યાદીમાં મૂકવામાં આવશે.
એસ્પાર્ટમનો ઉપયોગ કોકા-કોલાથી માંડીને માર્સ એક્સ્ટ્રા ચ્યુઇંગ ગમ અને કેટલાક સ્નેપલ પીણાં સુધીના ઉત્પાદનોમાં થાય છે. યુએસ ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) એ 1981માં માનવ વપરાશ માટે એસ્પાર્ટમને મંજૂરી આપી હતી, પરંતુ ત્યારથી તેની પાંચ વખત સમીક્ષા કરવામાં આવી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભારત સહિત 90થી વધુ દેશોએ તેના ઉપયોગને મંજૂરી આપી છે.
કૃત્રિમ સ્વીટનર એસ્પાર્ટમમાં કેલરીની માત્રા હોતી નથી, પરંતુ તે ટેબલ સુગર કરતાં લગભગ 200 ગણી મીઠી હોય છે. FSSAI એ આદેશ આપ્યો છે કે એસ્પાર્ટમ ધરાવતા ઉત્પાદનોમાં સ્વીટનરના નામનો સ્પષ્ટ ઉલ્લેખ કરવો આવશ્યક છે.
કૃત્રિમ સ્વીટનર્સના વધતા ઉપયોગથી વિશ્વભરમાં ચિંતા વધી છે. આ દરમિયાન, WHOની ઇન્ટરનેશનલ એજન્સી ફૉર રિસર્ચ ઓન કેન્સર (IARC) જુલાઈમાં એક બેઠક યોજશે જ્યાં તે પ્રથમ વખત એસ્પાર્ટમને કાર્સિનોજેન તરીકે સૂચિબદ્ધ કરશે.












Click it and Unblock the Notifications
