For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હાડ ધ્રૂજાવી દે તેવી ઠંડીથી ઠુઠવાયુ સમગ્ર ઉત્તર ભારત, શાળા-કોલેજો બંધ

હાલમાં સમગ્ર ઉત્તર ભારત હાડ ધ્રૂજાવી દે તેવી ઠંડીથી ઠુઠવાઈ રહ્યુ છે. શીત લહેર અને ધૂમ્મસન માર સામે ઝઝૂમી રહેલ દિલ્લીવાસીઓને આવનારા દિવસોમાં પણ રાહત મળવાની નથી.

|
Google Oneindia Gujarati News

હાલમાં સમગ્ર ઉત્તર ભારત હાડ ધ્રૂજાવી દે તેવી ઠંડીથી ઠુઠવાઈ રહ્યુ છે. શીત લહેર અને ધૂમ્મસન માર સામે ઝઝૂમી રહેલ દિલ્લીવાસીઓને આવનારા દિવસોમાં પણ રાહત મળવાની નથી. રાજધાનીમાં ઠંડીએ છેલ્લા 22 વર્ષનો રેકોર્ડ તોડી દીધો છે. ગાઢ ધૂમ્મસના કારણે દિલ્લી આવી રહેલી 25 ટ્રેનો મોડી ચાલી રહી છે. આમાં કટિહાર-અમૃતસર એક્સપ્રેસ, પુરુષોત્તમ એક્સપ્રેસ, ગોરખધામ એક્સપ્રેસ, વૈશાલી એક્સપ્રેસ, પ્રયાગરાજ એક્સપ્રેસ સહિત ઘણી ટ્રેનો શામેલ છે. આ ટ્રેનો 2 કલાકથી લઈને 6 કલાક સુધી મોડી ચાલી રહી છે જેના કારણે મુસાફરોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે.

કાંપી રહી છે દિલ્લી, ટ્રેનો મોડી

કાંપી રહી છે દિલ્લી, ટ્રેનો મોડી

ધૂમ્મસની ખરાબ અસર હવાઈ મુસાફરી પર પણ પડી રહી છે. ઠંડીના કારણે ઘણી ફ્લાઈટો પોતાના નિર્ધારિત સમયથી ખૂબ મોડી ઉડી રહી છે. ઘણી ફ્લાઈટોને ડાયવર્ટ કરવામાં આવી છે. પારો ઘટવાના કારણે ઠંડી પણ વધી ચૂકી છે. આજે રાજધાનીનુ લઘુત્તમ તાપમાન 6 ડિગ્રી નોંધવામાં આવ્યુ. ઘણા વિસ્તારોમા વિઝિબિલીટી 200 મીટરથી નીચે પહોંચી ગઈ છે.

યુપી-હરિયાણામાં શાળા-કોલેજો બંધ

યુપી-હરિયાણામાં શાળા-કોલેજો બંધ

ભારતીય હવામાન વિભાગે આગામી 2-3 દિવસમાં તાપાન ઘટવા અને ઠંડી વધવાની સંભાવના વ્યક્ત કરી છે. વિભાગના જણાવ્યા મુજબ 28 અને 29 ડિસેમ્બરે ઘણા શહેરોમાં લઘુત્તમ તાપમાન 4 ડિગ્રી સુધી પહોંચી શકે છે. રાજધાની દિલ્લી, નોઈડા, ગાઝિયાબાદ સહિત ઉત્તર પ્રદેશના ઘણા શહેરો કડાકાની ઠંડી અને શીત લહેની ચપેટમાં છે. આ કારણે યુપી અને હરિયાણાના ઘણા શહેરોમાં સરકારી, બિન સરકારી શાળાઓ અને શિક્ષણ સંસ્થાઓને બંધ રાખવામાં આવી છે.

આ પણ વાંચોઃ સૂર્યગ્રહણ 2019: તમામ રાશિના જાતકો પર કેવી રહેશે સૂર્ય ગ્રહણની અસર? જાણોઆ પણ વાંચોઃ સૂર્યગ્રહણ 2019: તમામ રાશિના જાતકો પર કેવી રહેશે સૂર્ય ગ્રહણની અસર? જાણો

ગાઢ ધૂમ્મસ છવાયેલુ રહેશે

ગાઢ ધૂમ્મસ છવાયેલુ રહેશે

આઈએમડીના રિપોર્ટ અનુસાર આગામી થોડા દિવસ પંજાબ, હરિયાણા, દિલ્લી, ચંદીગઢ, પશ્ચિમી ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, બિહાર, અસમ, મેઘાલય અને પૂર્વી ઉત્તર પ્રદેશના અમુક ભાગોમાં ગાઢ ધૂમ્મસ રહેશે. રાજસ્થાનમાં પણ આગામી પાંચ દિવસ સુધી સવારના સમયે ગાઢ ધૂમ્મસ રહેવાની સંભાવના છે. વળી, સ્કાઈમેટના જણાવ્યા અનુસાર આગામી 24 કલાક દરમિયાન પંજાબ, હરિયાણા, દિલ્લી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ અને ઉત્તર રાજસ્થાનના ઘણા વિસ્તારોમાં ઠંડી જળવાઈ રહેવાની આશા છે. કોંકણ તેમજ ગોવા, મધ્ય મહારાષ્ટ્ર, વિદર્ભ, કર્ણાટક, મધ્ય પ્રદેશ અને છત્તીસગઢ અને મુંબઈમાં હળવો વરસાદ પણ જોવા મળી શકે છે જેનાથી તાપમાનમાં ઘટાડો થશે.

English summary
Cold wave and dense fog increased in North India, Rain Expected MP, UP and Shivering Delhi.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X