કલકત્તા: TMC-CPMના વિદ્યાર્થીઓ જૂથ અથડામણ, ઇન્સેક્ટરનું મોત

સોલોમને કહ્યું હતું કે ''તૃણમૂલ કોંગ્રેસ વિદ્યાર્થી (ટીએમસીપી) અને કોંગ્રેસના વિદ્યાર્થી શાખા વચ્ચે ઝપાઝપી દરમિયાન ગોળીબાર થતાં સબ-ઇન્સ્પેક્ટર તાપસ ચૌધરીને જખ્મી થયા હતા અને તેમને અંતિમ શ્વાસ છોડી દિધા હતા. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર વધુ ટુકડી મોકલવામાં આવી છે અને વાહનવ્યવહારના રૂટ બદલવામાં આવ્યાં છે.
હિંસા બાદ આ વિસ્તારની મુલાકાતે ગયેલા રાજ્ય શહેરી વિકાસ મંત્રી ફરહાદ હકિમે પોલીસ અને વિદ્યાર્થી સાથે વાત કરી અને આરોપ લગાવ્યો છે કે આ કેસમાં અસામાજિક તત્વો સામેલ રહ્યાં હતા તેમને કોંગ્રેસ અને માકપાએ શરણ આપી છે.
મળતી માહિતી મુજબ કોલેજની ચુંટણીને લઇને આ હિંસામાં દેસી બોમ્બ અને ગોળીબાર થયો હતો. આ ધટના બાદ સમગ્ર વિસ્તારમાં અફડા-તફડી અને તણાવ સજાર્યો છે. હિંસાને ધ્યાનમાં રાખી સમગ્ર વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા કડક કરી દેવામાં આવી છે.












Click it and Unblock the Notifications
