For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

DRDO માં તૈયાર થઈ એવી દવા જે આતંકી હુમલામાં બચાવશે સૈનિકોના જીવ

દેશમાં એક એવી દવા તૈયાર થઈ રહી છે જે બાદ હવે આ રીતના આતંકી હુમલા કે પછી યુદ્ધ દરમિયાન જવાનોને શહીદ થવાથી બચાવી શકાશે.

|
Google Oneindia Gujarati News

14 ફેબ્રુઆરીના રોજ જમ્મુ કાશ્મીરના પુલવામામાં થયેલા આતંકી હુમલામાં સીઆરપીએફના 40 જવાન શહીદ થઈ ગયા. પરંતુ હવે દેશમાં એક એવી દવા તૈયાર થઈ રહી છે જે બાદ હવે આ રીતના આતંકી હુમલા કે પછી યુદ્ધ દરમિયાન જવાનોને શહીદ થવાથી બચાવી શકાશે. આ ખાસ દવાને ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઑર્ગેનાઈઝેશન (ડીઆરડીઓ) માં તૈયાર કરવામાં આવી છે. ડીઆરડીઓ તરફથી તૈયાર આ દવા બાદ દાવો કરવામાં આવી રહ્યો છે કે 90 ટકા સુધી ઘાયલ જવાનોને પણ બચાવી શકાશે.

વધારી શકાશે ગોલ્ડન અવર

વધારી શકાશે ગોલ્ડન અવર

ડીઆરડીઓનું કહેવુ છે કે ગંભીર રીતે ઘાયલ જવાનો માટે ગોલ્ડન અવર એટલે કે દૂર્ઘટના સ્થળથી હોસ્પિટલ સુધી પહોંચવાનો સમય ઘણા મહત્વનો હોય છે. ડીઆરડીઓની મેડીકલ લેબમાં તૈયાર થયેલી આ દવા બાદ ગોલ્ડન અવરને વધારી શકાશે. આ દવવાને ‘કૉમ્બેટ કેઝ્યુઅલ્ટી ડ્રગ્ઝ' કહેવામાં આવી રહ્યુ છે. ડીઆરડીઓના વૈજ્ઞાનિકોનું કહેવુ છે કે આ દવાઓમાં લોહી વહેતા ઘાને ભરતી દવા, સૂકવવાની ડ્રેસિંગ અને ગ્લિસરેટેડ સલાઈન શામેલ છે. આ બધી વસ્તુઓ જંગલ, વધુ ઉંચાઈવાળા વિસ્તારોમાં યુદ્ધ અને આતંકવાદી હુમલાની સ્થિતિમાં જીવન બચાવી શકે છે.

ફર્સ્ટ એડ ખૂબ જ જરૂરી

ફર્સ્ટ એડ ખૂબ જ જરૂરી

ડીઆરડીઓની લેબ ઈન્સ્ટીટ્યુટ ઑફ ન્યૂક્લિયર મેડીસીન એન્ડ એલાઈડ સાયન્સમાં દવાઓ તૈયાર કરતા વૈજ્ઞાનિકો અનુસાર ઘાયલ થયા બાદ અને હોસ્પિટલ પહોંચાડ્યા પહેલા જો ઘાયલને પ્રભાવી ફર્સ્ટ એડ આપવામાં આવે તો તેના જીવિત બચવાની સંભાવના વધુ હોય છે. ડીઆરડીઓમાં લાઈફ સાયન્સના ડાયરેક્ટર જનરલ એ કે સિંહે કહ્યુ કે ડીઆરડીઓની દેશમાં તૈયાર દવાઓ અર્ધસેનિક બળો અને સુરક્ષાકર્મીઓ માટે યુદ્ધના સમયમાં વરદાન છે.

દૂર્ગમ જગ્યાઓએ પણ સુરક્ષિત રહેશે જવાન

દૂર્ગમ જગ્યાઓએ પણ સુરક્ષિત રહેશે જવાન

તેમણે કહ્યુ કે આ દવાઓ એ સુનિશ્ચિત કરશે કે ઘાયલ જવાનોને યુદ્ધક્ષેત્રથી સારુ આરોગ્ય દેખરેખ માટે લઈ જવા દરમિયાન આપણા વીર જવાનોનું લોહી વહે નહિ. વિશેષજ્ઞોનું કહેવુ છે કે પડકારો ઘણા છે. મોટાભાગના મામલામાં યુદ્ધ દરમિયાન સૈનિકોની દેખરેખ માટે માત્ર એક ચિકિત્સાકર્મી અને સીમિત સાધનો હોય છે. યુદ્ધક્ષેત્રની સ્થિતિઓથી પડકારો વધુ જટિલ બની જાય છે એવામાં જંગલ તેમજ પહાડી વિસ્તારો અને વાહનોની પહોંચની દ્રષ્ટિએ જટિલ વિસ્તારો.

આ પણ વાંચોઃ જૈશ પ્રમુખને રાહુલ ગાંધીએ 'મસૂદ અઝહરજી' કહેતા ભાજપે ગણાવ્યુ શહીદોનું અપમાનઆ પણ વાંચોઃ જૈશ પ્રમુખને રાહુલ ગાંધીએ 'મસૂદ અઝહરજી' કહેતા ભાજપે ગણાવ્યુ શહીદોનું અપમાન

English summary
Indian defence lab develops 'combat drugs' to reduce casualties in Pulwama type attacks, warfare.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X