હૈદરાબાદમાં સાંપ્રદાયિક હિંસા : પોલીસ ફાયરિંગમાં બેના મોત
હૈદરાબાદ, 14 મે : અહીં બે જૂથોમાં થયેલી અથડામણ બાદ ફાટી નીકળેલી કોમી હિંસામાં બે લોકોનાં મોત થયા છે. વધુ નવ લોકો ગંભીર રીતે ઘવાયા છે.
સાયબરાબાદ પોલીસ કમિશ્નર કચેરીનો ભાગ ગણાતા રાજેન્દ્ર નગર પોલીસ સ્ટેશનની હદમાં આવતા કિશન બાગની શિખ ચૌવની વિસ્તારમાં પોલીસે હિંસાને પગલે કર્ફ્યૂ લાદી દીધો છે.

અહીં એક સમુદાય દ્વારા ધાર્મિક ધ્વજ સળગાવ્યા બાદ સ્થાનિક ઘર અને દુકાન પર હુમલો કરતા આ હિંસા ફાટી નીકળી હતી.
પરિસ્થિતિ કાબુ કરવા પોલીસ ફાયરિંગ કર્યું હતું, જેમાં બે લોકોનાં મોત થયા જ્યારે અન્ય કેટલાક ઘવાયા છે.












Click it and Unblock the Notifications
