શાહજહાંપુરમાં કોમી રમખાણ, 300 સામે ફરિયાદ દાખલ
ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં સિખ અને હિંદુ સમુદાય વચ્ચે તણાવનો માહોલ પેદા થયો છે જેને કારણે મોટી સંખ્યામાં પોલીસ તહેનાત કરી દેવામાં આવી છે.
ઉત્તર પ્રદેશના શાહજહાંપુરમાં સિખ અને હિંદુ સમુદાય વચ્ચે તણાવનો માહોલ પેદા થયો છે જેને કારણે ભારે પોલીસ બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. સોશિયલ મીડિયાના કારણે અફવા ફેલાઈ હોવાના કારણે કોમી રમખાણ થયું હોવાના અહેવાલ મળી રહ્યા છે. ઘટના સ્થળે પહોંચીને પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે 300 જેટલા ઉપદ્રવીઓ વિરુદ્ધ બળવા અને હંગામા સહિતની કેટલીય ગંભીર કલમો અંતર્ગત કેસ દાખલ કર્યો છે. જિલ્લા અધિકારીનું કહેવું છે કે ઉપદ્રવીઓ વિરુદ્ધ એએનએસની કાર્યવાહી કરવામાં આવશે અને દોષિતોને કોઈપણ કિંમત પર છોડવામાં નહીં આવે.

જણાવી દઈએ કે બડાં વિસ્તારમાં શનિવારે સાંજે રાખડીનો ઠેલો લગાવવા બાબતે બંને સમુદાયના લોકો આમનેસામને આવી ગયા હતા. ગુરુદ્વારાની સામે રાખડીનો એક થેલો લગાવવામાં આવી રહ્યો હતો જેને હટાવવા માટે ગુરુદ્વારાના લોકોએ બબાલ કરી હતી. વિવાદ વધતાં ગુરુદ્વારના સેવાદારે એક છોકરીને લાકડી ફટકારી દીધી હતી.
બંને પક્ષના કેટલાય લોકો એકઠા થઈ મારા-મારી કરવા લાગ્યા હતા. દરમિયાન કોઈએ પોલીસને ઘટનાની જાણકારી આપી હતી. માહિતી મળતા જ ડીએમ અમૃત ત્રિપાઠી અને એસપી ચિનપ્પા સહિત પોલીસ દળ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. હાલાત જ્યારે કાબુની બહાર નીકળી ગયા ત્યારે પીએસસીને બોલાવવામાં આવ્યા, ત્યાર બાદ ભીડ ઓછી થવા લાગી હતી.












Click it and Unblock the Notifications
