For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુઝફ્ફરનગર કોમી હિંસામાં ભડકે બળ્યું, એક પત્રકાર સહિત 12ના મોત

|
Google Oneindia Gujarati News

લખનઉ, 8 સપ્ટેમ્બર : મળી રહેલા સમાચાર અનુસાર ઉત્તરપ્રદેશના મુઝફ્ફરનગરમાં કોમી હિંસા ફાટી નીકળી છે, જેના પગલે સમગ્ર વિસ્તારમાં તણાવની સ્થિતિ છે. પરિસ્થિતિને ધ્યાનમાં રાખી યુપી સરકારે કેન્દ્ર સરકાર પાસે મદદની માંગ કરી, ત્યાર બાદ વિસ્તારમાં આર્મીનો બંદોબસ્ત ગોઠવી દેવાયો. જિલ્લા પ્રશાસનના જણાવ્યા અનુસાર અત્યાર સુધી આ હિંસામાં 12 લોકોના મોત થયા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આ હિંસામાં આઇબીએન7ના એક પત્રકાર રાજેશ વર્માનું પણ મોત થયું છે. હિંસામાં 34 લોકો ઝખમી થયાના સમાચાર છે. ગઇકાલે રાતથી અત્યાર સુધી 30 લોકોની ધરપકડ કરવામાં આવી છે. મુઝફ્ફરનગરના ડિએમ કૌશલરાજના જણાવ્યા અનુસાર આ હિંસાની પાછળ કેટલાંક નેતાઓનો હાથ છે, જેમણે પંચાયત દરમિયાન લોકોને ભડકાવવાનું કામ કર્યું. આ મામલે કેસ નોંધવામાં આવ્યો, અને આ નેતાઓની વિરુદ્ધ કાર્યવાહીની વાત કરવામાં આવી રહી છે.

muzaffarnagar
પોલીસના જણાવ્યા અનુસાર હિંસામાં 34 લોકો ઘાયલ થયાના સમાચાર છે. હાલમાં શહેરના 5 વિસ્તારોમાં કર્ફ્યૂ લાદી દેવામાં આવ્યો છે. જોકે સરકાર દસ દિવસથી થઇ રહેલી આ હિંસા પર નિયંત્રણ મેળવી શકવામાં નિષ્ફળ રહી છે, પરંતુ મુખ્યમંત્રીનો દાવો છે કે દોષિયોને છોડવામાં નહીં આવે.

યુપીના મુખ્યમંત્રી અખિલેશ યાદવે લોકોને અપીલ કરતા જણાવ્યું છે કે મારી વિનંતિ છે કે લોકો શાંતિ બનાવી રાખે. સરકાર સંપૂર્ણ જવાબદારીથી કામ કરી રહી છે. જે પણ વાતાવરણ તંગ બનાવવાની કોશિશ કરશે, તેની સાથે કડક પગલા ભરવામાં આવશે.

એડીજી લૉ એન્ડ ઓર્ડર અરૂણ કુમારનું કહેવું છે કે અમે ભારે માત્રામાં પોલીસ ફોર્સનો બંધોબસ્ત ગોઠવી દેવાયો છે. 9 એસપી લગાવવામાં આવ્યા છે, 3 પ્લાટૂન પીએસી લગાવવામાં આવી છે. અમે ઘણા પ્રયત્નો કર્યા પરંતુ કમ્યુનલ વાયોલન્સ પર અમે પાંચ કંપની પીએસી અને પાંચ કંપની આરએફ લગાવ્યા છે. પોલીસની ગોળી મરનારના સમાચાર નથી.

English summary
Communal riots in UP's Muzaffarnagar, death toll climbs to 12 including one IBP7 reporter.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X