સગીર પુત્રને વોટ અપાવનારા બીજેપી નેતા સામે ફરિયાદ દાખલ કરાઈ
લોકસભા ચૂંટણી વચ્ચે લોકશાહી વિરોધી નીતિઓ માટે બદનામ બીજેપીના નેતાઓની દાદાગીરી અને ભ્રષ્ટાચારના અનેક વીડિયો સામે આવી રહ્યા છે. હવે ભોપાલથી આવો જ એક વીડિયો સામે આવ્યો છે.
ત્રીજા ચરણના મતદાન દરમિયાન ભોપાલમાં બીજેપી નેતા અને જિલ્લા પંચાયત સભ્યએ પોતાના સગીર પુત્રને વોટ અપાવ્યો અને વીડિયો બનાવવાનો મામલો સામે આવ્યો છે.

વાયરલ વીડિયોના આધારે કલેક્ટર અને જિલ્લા ચૂંટણી અધિકારીએ મામલાની નોંધ લીધી છે અને એફઆઈઆર નોંધવાની સૂચના આપી છે. તેમજ પ્રિસાઇડિંગ ઓફિસર સહિત સમગ્ર પોલિંગ પાર્ટીને સસ્પેન્ડ કરી દેવામાં આવી છે.
અહેવાલો અનુસાર, રાજધાની ભોપાલના બેરસિયા તહસીલના પોલિંગ સ્ટેશન નંબર 71 ખિતવાસમાં જિલ્લા પંચાયતના સભ્ય વિનય મેહર પોતાના પુત્રને મતદાન કરવા માટે લઈ ગયા હતા. આ મામલામાં કલેક્ટર ભોપાલે એસડીએમ બેરસિયાને તપાસ સોંપી હતી.
તપાસ બાદ જિલ્લા પંચાયત સભ્ય વિનય મેહર વિરુદ્ધ બેરસિયા પોલીસ સ્ટેશનમાં FIR દાખલ કરવામાં આવી છે. આ સિવાય પ્રિસાઇડિંગ ઓફિસર સંદીપ સૈની, તેમના સહાયકો સીઆર બાથમ, મનોજ કુમાર મૌર્ય અને મદન ગોપાલ પટેલને આ મામલે બેદરકારી બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત હેડ કોન્સ્ટેબલ સંતોષને લાઈન એટેચ કરવામાં આવ્યો છે.
જણાવી દઈએ કે, રાજધાની ભોપાલમાં લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 7 એપ્રિલે મતદાન થયું હતું. હવે 4 જૂને મતગણતરી થશે.ૉ
ભોપાલ કલેક્ટર ઓફિસના સોશિયલ મીડિયા એકાઉન્ટમાંથી મળેલી માહિતી અનુસાર, કલેક્ટર કૌશલેન્દ્ર વિક્રમ સિંહે બેરસિયા વિધાનસભાની લોકસભા ચૂંટણીને લઈને સોશિયલ મીડિયા પર ફરતા થયેલા એક વીડિયો સાથે સંબંધિત ઘટનાની નોંધ લેતા પ્રિસાઇડિંગ ઓફિસર સંદીપ સૈની સહિત તમામને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે અને સંબંધિત વ્યક્તિ વિનય મેહર વિરુદ્ધ FIR દાખલ કરવામાં આવી છે.












Click it and Unblock the Notifications
