તમિલનાડુના બીજેપી પ્રમુખ વિરૂદ્ધ ફરિયાદ દાખલ, જાણો શું છે આરોપ?

દેશમાં લોકોની ધાર્મિક ભાવનાઓ ભડકાવવાના ઘણા મામલામાં બીજેપી નેતાઓનો હાથ સામે આવ્યો છે. હવે તમિલનાડુના બીજેપી પ્રમુખ પર આ આરોપમાં જ ફરિયાદ દાખલ થઈ છે.

તમિલનાડુ બીજેપી અધ્યક્ષ કે અન્નામલાઈ વિરુદ્ધ ધાર્મિક દુશ્મનાવટને પ્રોત્સાહન આપવાનો કેસ નોંધાયો છે. તેમના પર બે જૂથો વચ્ચે ધાર્મિક દુશ્મનાવટ વધારવાનો આરોપ છે.

K Annamalai

અહેવાલો અનુસાર, તમિલનાડુના ધર્મપુરીમાં તમિલનાડુ બીજેપી અધ્યક્ષ કે અન્નમલાઈ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. બીજેપી નેતા અન્નામલાઈ પર બે જૂથો વચ્ચે ધાર્મિક દુશ્મનાવટને પ્રોત્સાહન આપવાનો આરોપ છે.

ધર્મપુરી પોલીસે બે જૂથો વચ્ચે ધાર્મિક દુશ્મનાવટને પ્રોત્સાહન આપવાના આરોપસર ધર્મપુરી જિલ્લાના બોમ્મીડી પોલીસ સ્ટેશનમાં બીજેપી અધ્યક્ષ કે અન્નામલાઈ વિરુદ્ધ કલમ 153 (A), 504, 505 (2) હેઠળ કેસ નોંધ્યો છે.

8 જાન્યુઆરીએ પપ્પીરેદ્દીપટ્ટી નજીક બોમ્મીડી ખાતે સેન્ટ લોર્ડેસ ચર્ચ બહાર એન મના એન મક્કલની રેલી દરમિયાન ચર્ચમાં તેમના પ્રવેશ સામે વાંધો ઉઠાવનારા ખ્રિસ્તી યુવાનોના જૂથ સાથે તેમની બોલાચાલી અંગે કે અન્નામલાઈ સામે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.

શું છે પુરો વિવાદ?
અન્નામલાઈ રાજ્યમાં એન મન એન મક્કલ યાત્રા કાઢવામાં આવી રહી છે. આ ક્રમમાં તે 8 જાન્યુઆરીએ બોમ્મીડીના સેન્ટ લોર્ડેસ ચર્ચમાં મધર મેરીની પ્રતિમાને પુષ્પાંજલિ આપવા પહોંચ્યા હતા. ત્યાં હાજર યુવકોએ તેના ચર્ચમાં પ્રવેશ સામે વાંધો ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, ણિપુરમાં ખ્રિસ્તી સમુદાયના લોકોની હત્યા કરવામાં આવી રહી છે.

અન્નામલાઈએ યુવાનોને સમજાવવાનો પ્રયાસ કરતા હંગામો થયો હતો. જે બાદ પોલીસ તે યુવકોને ત્યાંથી હટાવ્યા અને અન્નામલાઈ માલ્યાઅર્પણ કરે છે. અન્નામલાઈ અને યુવક વચ્ચેની વાતચીતનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

વીડિયોમાં દેખાતો એક ખ્રિસ્તી યુવક અન્નામલાઈને કહી રહ્યો છે કે મણિપુરમાં અમારા જેવા ઈસાઈ લોકોની હત્યા થઈ રહી છે. હાથ જોડીને હું તમને કહું છું કે આ એક પવિત્ર સ્થળ છે અને તમે પ્રતિમાને માળા ન ચઢાવી શકો.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X