Karnataka Election : પીએમ મોદી પર મત માટે દેવી-દેવતાઓના ઉપયોગનો આરોપ, કોંગ્રેસે ચૂંટણી પંચને ફરિયાદ કરી
કર્ણાટકમાં ચૂંટણી પ્રચારમાં હિન્દુ-મુસ્લિમ અને દેવી દેવતાઓની એન્ટ્રી થઈ ચુકી છે. એક તરફ બીજેપી હિન્દુ મતો મેળવવા માટે દેવી-દેવતાઓના સહારે છે તો બીજી તરફ કોંગ્રેસ બજરંગ દળ જેવા કટ્ટર સંગઠનને બેન કરવાની વાત કરી છે. હવે કોંગ્રેસે ચૂંટણીમાં દેવી-દેવતાઓના ઉપયોગને લઈને પીએમ મોદી વિરૂદ્ધ ફરિયાદ કરી છે.
સામે આવી રહેલા સમાચારો અનુસાર, કોંગ્રેસે પીએમ મોદી અને બીજેપી નેતા ઈશ્વરપ્પા વિરૂદ્ધ ફરિયાદ દાખલ કરી છે. આ મુદ્દે કોંગ્રેસના લિગલ સેલે જણાવ્યુ કે, કોંગ્રેસના મેનિફેસ્ટોને સળગાવવાનો અને ભાવનાઓને ઠેસ પહોંચાડવાનો આરોપ લગાવતા પાર્ટીએ પીએમ નરેન્દ્ર મોદી અને બીજેપીના કેએસ ઇશ્વરપ્પા વિરુદ્ધ ચૂંટણી પંચમાં ફરિયાદ દાખલ કરીને કાર્યવાહીની માંગ કરી છે.

આ સાથે કોંગ્રેસે પીએમ મોદી પર મત માંગવા માટે હિંદુ દેવી-દેવતાઓનો ઉપયોગ કરવાનો આરોપ લગાવ્યો છે. આ સાથે ફરિયાદમાં કહેવાયુ છે કે, પીએમ મોદીના રોડ શોના કારણે લોકોને અગવડ પડી રહી છે. જ્યારે SC આ સંદર્ભે પહેલાથી જ માર્ગદર્શિકા જારી કરી ચૂકી છે.
તમને જણાવી દઈએ કે બીજેપીએ પણ કોંગ્રેસને ઘણી બાબતોમાં ઘેરી છે. બીજેપી નેતાઓ પીએમ મોદીને ગાળો આપવા બદલ કોંગ્રેસને ઘેરી રહ્યા છે. બીજી તરફ કોંગ્રેસે પોતાના ઘોષણાપત્રમાં મોટો મુદ્દો બનાવીને કહ્યું છે કે બજરંગ દળ અને પીએફઆઈ જેવા સંગઠનો પર પ્રતિબંધ લગાવવો જોઈએ. હવે આ મુદ્દે મોટુ મહાભારત સર્જાયુ છે.












Click it and Unblock the Notifications
