For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોઇને પણ મળ્યો નથી જનાદેશ, કેટલાક લોકો પોતાની જીતનો ડંકો વગાડી રહ્યાં છે: શિવસેના

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 20 ઓક્ટોબર: મહારાષ્ટ્રમાં ચૂંટણીના પરિણામો આવતાં અને સરકાર બનાવવાના મુદ્દે શિવસેનાના મુખપત્ર 'સામના'માં તંત્રીલેખ છપાયો છે. શિવસેનાએ ભાજપ પર કટાક્ષ કરતાં લખ્યું છે કે મહારાષ્ટ્રની જનતાએ કોઇને પણ જનાદેશ આપ્યો નથી. તેમછતાં કેટલાક લોકો પોતાની જીતનો ડંકો વગાડી રહ્યાં છે. સામનામાં આગળ લખ્યું છે કે એવામાં અમે પણ તેમને શુભેચ્છા પાઠવીએ છીએ.

સરકાર પર 'સામના'માં લખવામાં આવ્યું છે કે કોઇ પ્રસ્તાવ આવશે તો વિચારીશું. આ વાત ગઇકાલે પાર્ટી દ્વારા કહેવામાં આવી હતી. પરિણામો પર સામનામાં લખવામાં આવ્યું છે કે શિવસેના સિંહની માફક લડી. શિવસેનાએ લડાઇ એકલા લડી અને ભલે લક્ષ્ય ન મળ્યું હોય પરંતુ સન્માનજક સ્ટેજ પર તે જરૂર પહોંચી છે.

uddhav-shiv-sena

એકલી પડી ગઇ હતી શિવસેના
શિવસેનાના મુખપત્ર સામનામાં આજે ભલે ભાજપ વિરૂદ્ધ આ પ્રકારની જુબાની જંગ ન જોવા મળી પરંતુ સામનામાં શિવસેનાએ આજે એ જરૂર લખ્યું કે તે આ ચૂંટણીમાં સંપૂર્ણપણે એકલી હતી અને પોતાના દમ પર જે પ્રકારનું પરિણામ શિવસેનાને જનતાએ આપ્યું છે કે તે સન્માનજનક છે. સાથે જ સામનામાં એ પણ લખવામાં આવ્યું છે કે સરકાર બનાવવા માટે કોઇ પ્રસ્તાવ આવશે તો વિચારીશું અને સંયુક્ત મહારાષ્ટ્ર જ અમારી ભૂમિકા રહેશે.

શિવસેનાએ સામનામાં લખ્યું છે કે આ ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સહિત લગભગ બધી જ સત્તા સંસ્થા અમારી વિરૂદ્ધ મેદાનમાં ઉતરી ગઇ હતી સાથે જ ભાજપ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી, મંત્રી, સાંસદ અને ધારાસભ્ય મહારાષ્ટ્રમાં ખૂંટો લગાવીને બેસી ગયા હતા. સાથે જ કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી પણ પોતાની પૂરી તાકાત અમારી વિરૂદ્ધ ઉભા હતા પરંતુ તેમછતાં શિવસેનાએ જે પ્રમાણે સિંહની માફક લક્ષ્ય પ્રાપ્ત કર્યું છે કે મહત્વપૂર્ણ છે.

શિવસેનાએ સામનામાં એ પણ લખ્યું છે કે જે પ્રકારે ચારેય પાર્ટીઓ દ્વારા અલગ-અલગ ચૂંટણી લડવાન ફાયદો ભાજપને મળ્યો છે તે પ્રકારે તેનો મોટો ફાયદો એનસીપી અને કોંગ્રેસને પણ થયો નહીતર લોકસભા ચૂંટણીના આંકડા પર ધ્યાન આપીએ તો જો ગઠબંધન ન તૂટતું તો આજે કોંગ્રેસ અને એનસીપી માટે મળીને પણ 25 સીટો સુધી પહોંચવું મુશ્કેલ હતું.

'સામના'નું માનીએ તો પાર્ટીને એ વાતનું દુખ છે કે મહારાષ્ટ્રમાં આ વખતે પણ કોઇ એક પાર્ટીને સ્પષ્ટ બહુમતી ન મળી. પરંતુ જનતાએ જે પણ જનાદેશ આપ્યો છે તેનું સન્માન કરવા માટે શિવસેના મહારાષ્ટ્રની જનતાની સેવા આગળ પણ કરતાં રહીશું.

English summary
A day after it emerged the party with the second largest number of seats in Maharashtra, the Shiv Sena questioned whether voters were happy with the split verdict and also said that despite the claims of the BJP, there was no Modi wave that had affected the outcome in the state.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X