રાજસ્થાન કોંગ્રેસે જાહેર કરી અંતિમ યાદી, 21 ઉમેદવારોનુ એલાન, શાંતિ ધારીવાલને આ સીટ પર મળી ટિકિટ
Congress Final List Rajasthan Election: રાજસ્થાન વિધાનસભા ચૂંટણી માટે કોંગ્રેસે રવિવારે સાતમી યાદી જાહેર કરી છે. કોંગ્રેસે આગામી ચૂંટણી માટે 21 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. કોંગ્રેસે 21 વિધાનસભા બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી છે. આ સાથે કોંગ્રેસે તમામ 200 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે.
અગાઉ, પાર્ટીએ 179 બેઠકો માટે ઉમેદવારોની જાહેરાત કરી હતી. માત્ર 21 બેઠકો માટે ઉમેદવારોની યાદી જાહેર થવાની હતી. કોંગ્રેસે 200 સીટોવાળી રાજસ્થાન વિધાનસભા માટે તમામ ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. શાંતિ ધારીવાલને કોટા ઉત્તર વિધાનસભા બેઠક પરથી ટિકિટ મળી છે.

21 સીટો પર આ ઉમેદવારોને મળી ટિકિટ
1. ઉદયપુરવાટી - ભગવાન રામ સૈની
2. કેકડી - મનીષા ગુર્જર
3. ધોડ - જગદીશ દાનોડિય
4. ઝોટવાડા - અભિષેક ચૌધરી
5. ચાકસુ - વેદ પ્રકાશ સોલંકી
6. કામાં - ઝાહિદા ખાન
7. બાડી - પ્રશાંતસિંહ પરમાર
8. ટોડાભીમ - ઘનશ્યામ મેહર
9. અજમેર ઉત્તર - મહેન્દ્ર સિંહ રલાવતા
10. નાગૌર - હરેન્દ્ર મિર્ધા
11. ખિંવસર - તેજપાલ મિર્ધા
12. સુમેરપુર - હરિ શંકર મેવાડા
13. ગુડામાલાણી - કર્નલ સોનારામ ચૌધરી
14. ચિત્તોડગઢ - સુરેન્દ્ર સિંહ જાડાવતા
15. શાહપુરા - નરેન્દ્ર કુમાર રેગર
16 પીપલદા - ચેતન પટેલ
17. કોટા ઉત્તર -શાંતિ ધારીવાલ
18. કોટા દક્ષિણ - રાખી ગૌતમ
19. રામગંજ મંડી - મહેન્દ્ર રાજોરિયા
20. કિશનગંજ - નિર્મલા સહરિયા
21. ઝાલરાપાટન - રામલાલ ચૌહાણ
અગાઉ કોંગ્રેસે રાજસ્થાનમાં 6 યાદી બહાર પાડી હતી. જેમાં અત્યાર સુધીમાં 179 ઉમેદવારોને ટિકિટ મળી હતી. આ સાથે જ કોંગ્રેસે સાતમી અને છેલ્લી યાદી સહિત 200 ઉમેદવારોની જાહેરાત કરી છે. આ ઉમેદવારોને આગામી વિધાનસભાની ચૂંટણી માટે ટિકિટ મળી છે.












Click it and Unblock the Notifications
