મોદીના એક વર્ષ પર કોંગ્રેસે રજૂ કર્યો 'પોલ ખોલ' વીડિયો!
નવી દિલ્હી, 26 મે: મોદી સરકારના એક વર્ષ પૂરા થવા પર ભાજપ ઉજવણી મનાવી રહ્યું છે તો બીજી તરફ વિરોધી દળ તેમની સરકારની પોલ ખોલવામાં લાગી ગયા છે. વિપક્ષ તેને નિષ્ફળ ગણાવી રહી છે. મોદી સરકારના 1 વર્ષના કાર્યકાળને કોંગ્રેસે સંપૂર્ણરીતે અસફળ ગણાવ્યું છે. કોંગ્રેસે મોદી સરકારના 1 વર્ષ પર પોલ ખોલ વીડિયો જારી કર્યો છે.
કોંગ્રેસે પોલ ખોલ વીડિયો રજૂ કરીને સરકાર પર હુમલો કર્યો છે. કોંગ્રેસે મોદી સરકારને યૂટર્ન સરકાર ગણાવી અને જણાવ્યું તેમણે એક પણ કાર્ય કર્યું નથી. કોંગ્રેસ નેતા ગુલામ નબી આઝાદ, રણદીપ આઝાદ અને મલ્લિકાર્જુન ખડગેએ મોદી સરકારની અસફળતાઓને ગણાવવામાં કોઇ પણ કસર બાકી નથી રાખી.

કોંગ્રેસે પોતાના રિપોર્ટકાર્ડમાં સરકારના યૂ-ટર્નને ગણાવ્યું છે. તેમણે મોદી સરકારને સેલફિસ સરકાર ગણાવી. જ્યારે વીડિયોમાં કોંગ્રેસે સરકારના મંત્રીઓએ તે વચનો અને નિવેદનોને દેખાડ્યા છે, જેને મોદી સરકાર પૂરા કરી શકી નથી. તેમણે 1 વર્ષ દેશ બદહાલનું સૂત્ર આપ્યું.












Click it and Unblock the Notifications
