કોંગ્રેસની ભારત જોડો યાત્રાનો કન્યાકુમારીથી કરાયો પ્રારંભ, રાહુલ ગાંધીએ આપી લીલી ઝંડી
કોંગ્રેસે તેની 3,570 કિલોમીટર લાંબી 'ભારત જોડો યાત્રા'ની શરૂઆત કન્યાકુમારીમાં એક મેગા રેલી સાથે કરી હતી. સાંજે પાંચ વાગ્યે ધ્વજવંદન કરીને પદયાત્રાનો પ્રારંભ થયો હતો. DMK પ્રમુખ અને તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને 'ભ
કોંગ્રેસે તેની 3,570 કિલોમીટર લાંબી 'ભારત જોડો યાત્રા'ની શરૂઆત કન્યાકુમારીમાં એક મેગા રેલી સાથે કરી હતી. સાંજે પાંચ વાગ્યે ધ્વજવંદન કરીને પદયાત્રાનો પ્રારંભ થયો હતો. DMK પ્રમુખ અને તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિને 'ભારત જોડો યાત્રા'ની શરૂઆત દરમિયાન કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને રાષ્ટ્રધ્વજ સોંપ્યો હતો. બંને નેતાઓએ ત્રિરંગાને સલામી આપી હતી.

લોન્ચ ઇવેન્ટ માટે રાહુલ ગાંધી પહોંચ્યા કન્યાકુમારી
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી બપોરે લોંચ ઈવેન્ટ માટે કન્યાકુમારી પહોંચ્યા હતા, જ્યાં તમિલનાડુના મુખ્યમંત્રી એમકે સ્ટાલિન પણ તેમની સાથે જોડાયા હતા. કોંગ્રેસની પ્રસ્તાવિત 'ભારત જોડો યાત્રા' 7 સપ્ટેમ્બરે કન્યાકુમારીથી શરૂ થશે અને 25 નવેમ્બરે માલવા-નિમાર વિસ્તારમાંથી મધ્યપ્રદેશમાં પ્રવેશ કરશે. ભારત જોડો પદયાત્રા 11 સપ્ટેમ્બરે કેરળ પહોંચશે અને આગામી 18 દિવસ સુધી રાજ્યમાંથી પસાર થઈને 30 સપ્ટેમ્બરે કર્ણાટક પહોંચશે અને પછી ઉત્તર તરફ અન્ય રાજ્યોમાં જશે.

બુરહાનપુર જીલ્લાથી મધ્યપ્રદેશમાં કરશે એન્ટ્રી
કોંગ્રેસના નેતાઓના જણાવ્યા અનુસાર યાત્રા મહારાષ્ટ્રની સરહદે આવેલા બુરહાનપુર જિલ્લામાંથી મધ્યપ્રદેશમાં પ્રવેશ કરશે અને ખંડવા, ખરગોન, ઈન્દોર, ઉજ્જૈન અને અગર-માલવા જિલ્લામાંથી પસાર થશે. તેમણે કહ્યું કે મધ્યપ્રદેશમાં આ યાત્રા 16 દિવસમાં 382 કિલોમીટરનું અંતર કાપશે.

5 મહિનાની હશે પદયાત્રા
પાંચ મહિનાની આ પદયાત્રાની શરૂઆત પહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આ સંયમથી ઓછું નથી. રાહુલ ગાંધીએ 22 ઓગસ્ટના રોજ એક કાર્યક્રમમાં કહ્યું હતું કે ભારતીય સંસ્કૃતિમાં આપણી ધાર્મિક વિધિઓમાં બે વસ્તુઓ મહત્વપૂર્ણ છે - પૂજા અને તપ. હું તપસ્યા માટે નીકળી રહ્યો છું. હું આ પ્રવાસને વ્યક્તિગત તપસ્યા માનું છું.












Click it and Unblock the Notifications
