For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચીન સાથેના સંબંધો વિશે હવે કોંગ્રેસે BJP પર કર્યો પલટવાર, પૂછ્યા આ 10 સવાલ

ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ માટે વધેલા તણાવ વચ્ચે દેશની સત્તાધારી પાર્ટી અને વિપક્ષી પાર્ટી કોંગ્રેસ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર ચાલુ છે.

|
Google Oneindia Gujarati News

ભારત અને ચીન વચ્ચે સીમા વિવાદ માટે વધેલા તણાવ વચ્ચે દેશની સત્તાધારી પાર્ટી અને વિપક્ષી પાર્ટી કોંગ્રેસ વચ્ચે આરોપ-પ્રત્યારોપનો દોર ચાલુ છે. ભાજપે રાજીવ ગાંધી ફાઉન્ડેશન વિશે કોંગ્રેસને સવાલ કર્યા તો વળી હવે કોંગ્રેસે આના પર પલટવાર કર્યો છે. ભાજપે કોંગ્રેસ પર રાજીવ ગાંધી ફાઉન્ડેશન દ્વારા ચીનને ફંડિંગનો આરોપ લગાવ્યો. વળી, હવે કોંગ્રેસે ભાજપને 10 સવાલ પૂછ્યા છે.

કોંગ્રેસે ભાજપને પૂછ્યા સવાલ

કોંગ્રેસે ભાજપને પૂછ્યા સવાલ

કોંગ્રેસે ચીનની સત્તાધારી પાર્ટી કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ચાઈના અને ભાજપ-આરએસએસ વચ્ચેના સંબંધો વિશે સવાલ પૂછ્યા છે. ભાજપના સવાલો બાદ હવે કોંગ્રેસે કેન્દ્ર સરકાર અને ભારતીય જનતા પાર્ટીને આકરા સવાલો કર્યા છે. કોંગ્રેસે ભાજપ અને ચીનની સીસીપી વચ્ચેના સંબંધો વિશે સવાલ પૂછ્યાછે. કોંગ્રેસે કહ્યુ કે 2007માં ભાજપના તત્કાલીન અધ્યક્ષ રાજનાથ સિંહે ચીનની સીસીપી પાર્ટીના પ્રતિનિધિઓના પ્રવાસ પર ખુદ આ વાત કહી હતી.

RSSની ફંડિંગ વિશે પૂછ્યા સવાલ

RSSની ફંડિંગ વિશે પૂછ્યા સવાલ

વળી, ભાજપ સાથે સાથે કોંગ્રેસે RSS પર પણ સવાલ કર્યા. કોંગ્રેસે પૂછ્યુ કે વર્ષ 2009માં ચીનની સત્તાધારી પાર્ટી કમ્યુનિસ્ટ પાર્ટી ઑફ ચાઈનાના બોલાવવા પર રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કેમ ગયુ હતુ. જ્યારે તે કોઈ રાજકીય પાર્ટી પણ નથી. કોંગ્રેસે સવાલ કર્યો કે સીસીપીના બોલાવવા પર 19 જાન્યુઆરી, 2011ના રોજ તત્કાલીન ભાજપના અધ્યક્ષ નિતિનિ ગડકરી ચીનના પ્રવાસ પર કેમ ગયા? વળી, કોંગ્રેસે પૂછ્યુ કે વર્ષ 2014માં સીસીપીના બોલાવા પર તત્કાલીન ભાજપ અધ્યક્ષ અમિત શાહે પોતાના ધારાસભ્યો અને સાંસદોના એક સમૂહને ચીનના પ્રવાસે કેમ મોકલ્યા?

પીએમ મોદી અને ચીનના સંબંધો પર સવાલ

પીએમ મોદી અને ચીનના સંબંધો પર સવાલ

કોંગ્રેસે પીએમ મોદી પર નિશાન સાધીને સવાલ કર્યો કે ગુજરાતના મુખ્યમંત્રી રહેવા દરમિયાન નરેન્દ્ર મોદી 4 વાર અને પ્રધાનમંત્રી તરીકે 5 વાર ચીનના પ્રવાસે કેમ ગયા અને આ દરમિયાન શું કર્યુ? કોંગ્રેસે ભાજપને પૂછ્યુ કે શું ભાજપ આરએસએસને મળતા બધા જાન અને દાનકર્તાઓ અને વિદેશોમાંથી મળતા ફંડની માહિતી સાર્વજનિક કરી શકે છે?

દાનકર્તાઓના સાર્વજનિક કરો

દાનકર્તાઓના સાર્વજનિક કરો

આ સાથે ભાજપ શું વિવેકાનંદ ફાઉન્ડેશન અને ઈન્ડિયા ફાઉન્ડેશનના બધા દાનકર્તાઓના નામ સાર્વજનિક કરી શકે છે? કોંગ્રેસે સવાલ કર્યો કે શું ભાજપ એ દાનકર્તાઓના નામને સાર્વજનિક કરશે જેમણે ચૂંટણી બૉન્ડ દ્વારા તેમને ડોનેશન આપ્યુ છે. શું એ ફંડની માહિતી સાર્વજનિક કરી શકે છે, જે તેને વિદેશોથી ખાસ કરીને ચીનમાંથી મળે છે. કોંગ્રેસે સવાલ કર્યો કે શું ભાજપ એ વાતને સાર્વજનિક કરી શકે છે કે તેને અને આરએસઅસને છેલ્લા 6 વર્ષોમાં કેટલુ વિદેશી ફંડ મળ્યુ છે.

આજે સવારે 11 વાગ્યે PM મોદી કરશે 'મન કી બાત', ચીનને લઇ ચર્ચા કરી શકેઆજે સવારે 11 વાગ્યે PM મોદી કરશે 'મન કી બાત', ચીનને લઇ ચર્ચા કરી શકે

English summary
Congress Counter attack on BJP on China Links after JP Nadda attack on congress.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X