મુસ્લીમ બહુમતિ ધરાવતી બેઠકોમાં કોગ્રેસે મારી બાજી, જાણો રોહિંગ્યા-મુસ્લીમોની ભૂમિકા

Haryana election result: હરિયાણા વિધાનસભા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ચુંક્યું છે. ભારતીય જનતા પાર્ટી સતત ત્રીજીવાર સત્તામાં આવ્યું છે. આ સાથે કોંગ્રેસની હાર સાથે ઘણા સપના ચકનાચૂર થઈ ગયા છે. ઘણી બેઠકો પર કોંગ્રેસની કારમી હાર થઈ છે. જેને કોંગ્રેસ પોતાનો ગઢ માની રહ્યું હતું.

મેવાત ક્ષેત્રમાં કોંગ્રેસને જીત મળી છે, જે સમગ્ર હરિયાણાના મતદાતાઓએ જનાદેશ આપ્યો છે, તેનાથી વિપરીત છે. આ વિસ્તારમાં અંદાજે 80 ટકા વસ્તુ મુસ્લીમ છે. આ સાથે નુંહ જિલ્લાની ત્રણ જ બેઠકો પર કોંગ્રેસના ઉમેદવાર જંગી બહુમતિથી જીત્યા છે.

હરિયાણા વિધાનસભા ચૂંટણીમાં સતત ત્રીજી હાર બાદ કોંગ્રેસ પાર્ટીના સત્તામાં પાછા ફરવાના સપના ચકનાચૂર થઈ ગયા છે. પાર્ટીએ ઘણી જાટ બહુમતીવાળી બેઠકો પર પણ ખરાબ રીતે હારનો સામનો કરવો પડ્યો છે, જેને તે તેનો ગઢ માનવામાં આવે છે.

હરિયાણાના મેવાત ક્ષેત્રમાં પાંચ વિધાનસભા બેઠકો છે. નુહ, પુન્હાના અને ફિરોઝપુર ઝિરકા નૂહ જિલ્લાની બેઠકો છે. સોહના ગુરુગ્રામ અને હાથિન વિધાનસભા બેઠકો પલવલ જિલ્લાનો ભાગ છે. આ પૈકી નૂહ જિલ્લાની ત્રણેય બેઠકો મુસ્લિમ બહુલ છે. અન્ય બેમાં પણ તેઓએ મોટાભાગે નિર્ણાયક ભૂમિકા ભજવી છે.

Haryana election result

ઉદાહરણ તરીકે નૂહ વિધાનસભામાં 1.5 લાખથી વધુ મતદારો છે, જેમાંથી માત્ર 60 હજાર મતદારો હિન્દુ છે. બાકીના બધા મુસ્લિમ છે, પરંતુ મળતી માહિતી મુજબ અહીંના ઘણા ગામોમાં રોહિંગ્યા મુસ્લિમો કાયમી રીતે વસ્યા છે. કેટલાક અહીં 10 થી 15 વર્ષથી રહે છે.

તેઓ પણ મતદાર બની ગયા છે. તેઓ અહીંની છોકરીઓ સાથે લગ્ન પણ કરી રહ્યા છે. આયોજકનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ પરિસ્થિતિની વાસ્તવિકતા જણાવવામાં આવી છે. તમે આ અહેવાલના અંતે આ વીડિયો પણ જોઈ શકો છો.

આવી જ રીતે પુનાનામાં લગભગ 2 લાખ મતદારોમાંથી માત્ર 25 થી 30 હજાર હિન્દુ મતદારો છે, બાકીના મુસ્લિમો છે. આ જગ્યા રોહિંગ્યા મુસ્લિમોની વસાહત હોવાનું પણ કહેવાય છે. ફિરોઝપુર ઝિરકાની કહાની પણ અલગ નથી.

આ બેઠક પરના 2.47 લાખ મતદારોમાંથી માત્ર 25 થી 30 હજાર હિન્દુ છે, બાકીના મુસ્લિમ મતદારો છે. અહીં રોહિંગ્યા મુસ્લિમોની હાજરી પણ નોંધાઈ છે.

આ ચૂંટણીમાં નુહથી કોંગ્રેસના ઉમેદવાર આફતાબ અહેમદ 46,963 મતોથી જીત્યા છે. ફિરોઝપુર ઝિરકામાં કોંગ્રેસના મામન ખાન અણધાર્યા 98,441 મતોથી જીત્યા છે. તેના પર નૂહ રમખાણો દરમિયાન ટોળાને ઉશ્કેરવાનો પણ આરોપ છે.

આવી જ રીતે, કોંગ્રેસના મોહમ્મદ ઇલ્યાસે પુનાનામાં 31,916 મતોથી ચૂંટણી જીતી છે. હાથિન બેઠક પર પણ કોંગ્રેસના ઉમેદવાર મોહમ્મદ ઈઝરાયેલ 32,396 મતોથી જીત્યા છે.

વાયરલ વીડિયોમાં રોહિંગ્યાઓ પોતે જ જણાવી રહ્યા છે કે તેઓ કેવી રીતે ભારત આવ્યા અને અહીં સ્થાયી થયા. આ વિસ્તારમાં કોંગ્રેસના ઉમેદવારોને મળેલી અણધારી લીડ અન્ય દેશોના ગેરકાયદે ઘૂસણખોરોની ભૂમિકા અંગે શંકા ઉભી કરે છે.

તેમના મતદાર બનવા પાછળ કોનું ષડયંત્ર છે તે પણ સવાલ છે. શું આ બધું કોઈ પક્ષને ચૂંટણીમાં ફાયદો કરાવવા માટે કરવામાં આવી રહ્યું છે?

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X