યુપી સિવાય આ રાજ્યોમાં પણ કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડશે
આવનારી લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને વિપક્ષી દળોને સાથે લઈને ભાજપ સામે મેદાનમાં ઉતરવાની રણનીતિમાં કોંગ્રેસે બદલાવ કર્યો છે. આંધ્રપ્રદેશ સીએમ ચંદ્રાબાબુ નાયડુ અને કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની મુલાકાતના બીજા દિવસે પાર્ટીએ એલાન કર્યું હતું કે રાજ્યમાં બધી જ 25 લોકસભા સીટો પર કોંગ્રેસ એકલા હાથે ચૂંટણી લડશે. જેનો મતલબ છે કે આંધ્રપ્રદેશમાં ટીડીપી અને કોંગ્રેસ વચ્ચે કોઈ ગઠબંધન નહીં થાય. હવે પ્રિયંકા ગાંધીની એન્ટ્રી થયા પછી કોંગ્રેસ પાર્ટીમાં નવો જોશ પેદા થયો છે.
સારો વિકાસદર હોવા છતાં આ 12 રાજ્યો રોજગાર આપવામાં નિષ્ફળ

આંધ્રપ્રદેશમાં એકલા હાથે લડશે કોંગ્રેસ
આંધ્રપ્રદેશમાં કોંગ્રેસ એકલા હાથે લડશે કારણકે તેમના અનુસાર તેલંગાણામાં ટીડીપી સાથે જવાથી તેમને કોઈ લાભ નથી મળ્યો. જયારે ચંદ્રબાબુની નજરમાં કોંગ્રેસ પ્રદેશમાં એટલી મજબૂત નથી. આ બંને દળો ઘ્વારા તેલંગાણામાં ગઠબંધન કરવામાં આવ્યું હતું પરંતુ તેલંગાણામાં હાલમાં કોંગ્રેસ વિધાનસભા ચૂંટણીમાં 21 સીટોથી 19 સીટો પર આવી ગઈ જયારે ટીડીપી 15 સીટોને મુકાબલે ફક્ત 2 સીટો જ જીતી શકી.

બંગાળમાં મમતા કોંગ્રેસ સાથે ગઠબંધન કરવા નથી માંગતી
પશ્ચિમ બંગાળમાં પણ કોંગ્રેસ પાર્ટી અને મમતા બેનર્જી વચ્ચે ગઠબંધન થવાના કોઈ સંકેત નથી મળી રહ્યા. હાલમાં જ મમતા બેનર્જી ઘ્વારા યોજવામાં આવેલી મહારેલીમાં રાહુલ ગાંધી શામિલ થયા ના હતા પરંતુ તેમને અભિષેક મનુ સંઘવી અને મલ્લીકાજુન ખરગેને મોકલ્યા હતા. ટીએમસી બંગાળમાં કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાથી ખચકાઈ રહી છે કારણકે તેમને કોંગ્રેસ સાથે સીટોની વહેંચણી કરવી પડશે.

યુપી અને દિલ્હીમાં પણ કોંગ્રેસ એકલા હાથે લડી રહી છે
પ્રિયંકા ગાંધીને કોંગ્રેસ મહાસચિવ બનાવ્યા પછી પાર્ટીમાં નવો જોશ જોવા મળી રહ્યો છે. પાર્ટીને આશા છે કે પ્રિયંકા ગાંધી લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસને સફળતા અપાવશે. પ્રિયંકા ગાંધીના આવ્યા પછી રાહુલ ગાંધીએ પણ કહ્યું કે પાર્ટી ફ્રન્ટફૂટ પર લડશે. અખિલેશ અને માયાવતીએ યુપીમાં ગઠબંધન કરીને કોંગ્રેસને બહાર કરી દીધું છે, જેને કારણે હવે કોંગ્રેસ પ્રદેશમાં એકલા હાથે 80 લોકસભા સીટો પર ચૂંટણી લડશે.

આ રાજ્યોમાં કોંગ્રેસ ગઠબંધનની કોશિશ કરી રહ્યું છે
દિલ્હીમાં પણ શીલા દીક્ષિતને પાર્ટી અધ્યક્ષ બનાવ્યા પછી આમ આદમી પાર્ટી ઘ્વારા એલાન કરવામાં આવ્યું છે કે તેઓ કોંગ્રેસ સાથે ગઠબંધન નહીં કરે. પાર્ટીના કેટલાક નેતાઓ અનુસાર કોંગ્રેસ મહારાષ્ટ્રમાં શરદ પવારની એનસીપી, તામિલનાડુમાં ડીએમકે, કર્ણાટકમાં જેડીએસ, બિહારમાં રાજદ અને ઝારખંડમાં JMM સાથે ગઠબંધન કરવા માટે વાતચીત કરી રહ્યું છે.