સારો વિકાસદર હોવા છતાં આ 12 રાજ્યો રોજગાર આપવામાં નિષ્ફળ
કેન્દ્ર સરકાર હંમેશા બેરોજગારીને કારણે વિપક્ષના નિશાને રહે છે. બધા જ વિપક્ષી દળો મોદી સરકાર પર આરોપ લગાવતા રહે છે કે મોદી સરકારમાં યુવાઓને રોજગાર નથી મળી રહ્યો.
કેન્દ્ર સરકાર હંમેશા બેરોજગારીને કારણે વિપક્ષના નિશાને રહે છે. બધા જ વિપક્ષી દળો મોદી સરકાર પર આરોપ લગાવતા રહે છે કે મોદી સરકારમાં યુવાઓને રોજગાર નથી મળી રહ્યો. જયારે બીજી બાજુ ક્રિસીલ ઘ્વારા જે રિપોર્ટ સામે આવી છે તેમાં જણાવવામાં આવ્યું છે કે વિકાસ દર વધવા છતાં પણ રોજગારનું સર્જન નથી થયું અને રોજગારમાં ઘટાડો જોવા મળ્યો છે. આંકડા અનુસાર વર્ષ 2018 દરમિયાન દેશના 12 મોટા રાજ્યોનો વિકાસદર જીડીપી કરતા વધારે રહ્યો તેમ છતાં રોજગારમાં વધારો જોવા નહીં મળ્યો.
આ પણ વાંચો: 2018 માં 1 કરોડ નોકરીઓ ખતમ થઇ, કોંગ્રેસનો ભાજપ પર પ્રહાર

1.1 કરોડ રોજગારનું નુકશાન
ક્રિસીલ અનુસાર વર્ષ 2018 માં 1.1 કરોડ રોજગારનું નુકશાન થયું છે. મોટાભાગના રાજ્યોમાં વિકાસ થવા છતાં રોજગાર નથી મળી રહ્યો. ક્રિસીલ રિપોર્ટ અનુસાર મેન્યુફેક્ચરિંગ, ઉદ્યોગ, હોટેલ, ટ્રાન્સપોર્ટ, જેવા સેક્ટરમાં વિકાસની ઝડપ વધી છે પરંતુ રોજગાર ઓછો થયો છે.

ત્રણ રાજ્યોમાં ભાજપને હાર મળી
ગુજરાત, બિહાર અને હરિયાણામાં વિકાસ થવાની સાથે લોકોને રોજગાર પણ મળવો જોઈતો હતો કારણકે અહીં વિકાસની ઝડપ વધારે છે. જયારે રાજસ્થાન, ઝારખંડ અને મધ્યપ્રદેશમાં સૌથી ઓછો વિકાસ થયો. ધ્યાન આપવા જેવી બાબત છે કે આ ત્રણે રાજ્યોમાં ભાજપની સરકાર હતી પરંતુ હાલમાં થયેલી ચૂંટણીમાં પાર્ટીને હારનો સામનો કરવો પડ્યો છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે પાછલા નાણાકીય વર્ષમાં દેશના 12 રાજ્યોમાં વિકાસદર દેશના વિકાસદરથી વધારે છે.

કેન્દ્રં પર દેવું વધ્યું
જે 12 રાજ્યોમાં વિકાસદર દેશના વિકાસદરથી વધારે છે ત્યાં રોજગારનું સર્જન નથી થયું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે કેન્દ્ર સરકાર પર વાર્ષિક દેવું વધ્યું છે. જેને કારણે આ રાજ્યો પર પણ દબાવ વધ્યો છે જેથી કેન્દ્ર સરકારે રાજ્ય પર વધારે ખર્ચ કરવો પડ્યો છે.

આ રાજ્યોમાં સ્થિતિ સારી રહી
રાજસ્થાન, ઝારખંડ અને ઉત્તરપ્રદેશમાં છેલ્લા ત્રણ વર્ષમાં વાર્ષિક ખર્ચ વધ્યો છે. જેમાં સ્વાસ્થ્ય, સિંચાઈ અને શિક્ષા પર વધારે ધ્યાન નથી આપવામાં આવ્યું, જ્યાં સરકારે વધારે ખર્ચ કરવો જોઈતો હતો. મોંઘવારી, વિકાસ અને વાર્ષિક દેવા વિશે વાત કરવામાં આવે તો આ ત્રણે ક્ષેત્રોમાં ગુજરાત અને કર્ણાટક પહેલા બે સ્થાને રહ્યા જેમને ઘણું સારું પ્રદર્શન કર્યું. જયારે પંજાબ અને કેરળ પણ સારા પ્રદર્શન કરતા રાજ્યની લિસ્ટમાં છે.












Click it and Unblock the Notifications
