કોંગ્રેસ દૈનિક વેતન ચૂકવીને જાહેર સભાઓમાં ભીડ એકઠી કરે છે : માયાવતી

માયાવતીએ પ્રેસ કોન્ફરન્સમાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યો હતા. માયાવતીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ વિશે એ જાણીતું છે કે, કોંગ્રેસ ચૂંટણી જાહેર સભાઓમાં ભીડને એકઠી કરવા મોટેભાગે દૈનિક વેતન પર લોકોને લાવે છે.

લખનઉ : બહુજન સમાજ પાર્ટી (બસપા)ના વડા માયાવતીએ શુક્રવારના રોજ પ્રેસ કોન્ફરન્સ કરીને કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યો હતા. આ દરમિયાન અન્ય પક્ષો પણ તેના નિશાના પર હતા. માયાવતીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ વિશે એ જાણીતું છે કે, કોંગ્રેસ સામાન્ય જનસભાઓ અને ચૂંટણી જાહેર સભાઓમાં ભીડને એકઠી કરવા મોટેભાગે દૈનિક વેતન પર લોકોને લાવે છે. જે દિવસે કોંગ્રેસની રેલી નીકળે છે, દૈનિક વેતન કામદારો ખૂબ ખુશ છે અને કહે છે કે આજે અમારે કામ નહીં કરવું પડે.

માયાવતી

કોંગ્રેસ પાસે હવે કોઈ આધાર આધાર નથી : માયાવતી

બસપા પ્રમુખે જણાવ્યું હતું કે, ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને જિલ્લા પંચાયત અને બ્લોક ચીફની ચૂંટણીની સાથે ઉત્તર પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં ઉમેદવારો મળતા નથી. હવે કોંગ્રેસ પાસે કોઈ આધાર આધાર નથી. બસપા દેશની એકમાત્ર પાર્ટી છે, જે કોંગ્રેસ અને અન્ય પક્ષોની જેમ પોતાનું સંગઠન ચલાવવા અને ચૂંટણી લડવા માટે મોટા મૂડીવાદીઓ અને સાહુકારો પાસેથી આર્થિક મદદ લેતી નથી, ન તો બદલામાં તેમને રાજ્યસભા વગેરેમાં મોકલે છે.

માયાવતીએ કોંગ્રેસની પુસ્તિકા પર વ્યક્ત કરી હતી નારાજગી

માયાવતીએ કોંગ્રેસની પુસ્તિકા પર નારાજગી પણ વ્યક્ત કરી હતી. માયાવતીએ કહ્યું હતું કે, કોંગ્રેસે પહેલા પોતાનું ઘર ઠીક કરવું જોઈએ. કોંગ્રેસે પુસ્તિકામાં બસપાનો ઘણો દુષ્પ્રચાર કર્યો છે. કોંગ્રેસે એક, બે કે ચાર કે જેટલી પુસ્તિકાઓ બહાર પાડવી હોય એટલી પાડે પણ જનતા કોંગ્રેસના જુઠ્ઠાણામાં ફસાવાની નથી. હાલ પંજાબમાં બીએસપી અકાલી દળ સાથે મળીને કોંગ્રેસને હાંકી કાઢવા માટેના મહા અભિયાનમાં વ્યસ્ત છે.

મારો ઉત્તરાધિકારી દલિત જ હશે : માયાવતી

માયાવતીએ તેમના ઉત્તારાધિકારી વિશે મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું છે કે, મારી તબિયત હવે ઠીક છે. મને અત્યારે મારે હાલ ઉત્તરાધિકારી બનવાની કોઈની જરૂર નથી. જ્યારે સ્વાસ્થ્ય બરાબર ન હોય તો હું ચોક્કસપણે મારો ઉત્તરાધિકાર બનાવીશ. બહુજન સમાજ પાર્ટીના સુપ્રિમોએ ફરી એકવાર તેમની વાતનું પુનઃરાવર્તન કર્યું હતું કે, તેમનો ઉત્તરાધિકારી દલિત વર્ગમાંથી જ હશે.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X