For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

CAA-NRC: આજે રાજઘાટ પર કોંગ્રેસના ધરણા, પ્રિયંકા ગાંધી સંભાળશે કમાન

CAA અને એનઆરસીના વિરોધમાં કોંગ્રેસ સતત વિરોધ પ્રદર્શન કરી રહી છે. પ્રિયંકા ગાંધી સતત સક્રિયતા અને હસ્તક્ષેપ બાદ જ આજે કોંગ્રેસ પાર્ટી રાજઘાટ પર ધરણા પર બેસશે.

|
Google Oneindia Gujarati News

CAA અને એનઆરસીના વિરોધમાં કોંગ્રેસ સતત વિરોધ પ્રદર્શન કરી રહી છે. હવે ભાજપના વિરોધાની કમાન પાર્ટી મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ સંભાળી છે. આ મુદ્દે પ્રિયંકા ગાંધી સતત સક્રિયતા અને હસ્તક્ષેપ બાદ જ આજે કોંગ્રેસ પાર્ટી રાજઘાટ પર ધરણા પર બેસશે. તમને જણાવી દઈએ કે પહેલા આ કાર્યક્રમ 28 ડિસેમ્બરે થવાનો હતો પરંતુ પ્રિયંકા ગાંધીના કારણે આજે આ ધરણા થશે. નક્કી કાર્યક્રમ મુજબ કોંગ્રેસ આજે બપોરે 3 વાગ્યાથી રાતે 8 વાગ્યા સુધી શાંતિપૂર્ણ સાંકેતિક ધરણા પર બેસશે. જેમાં સોનિયા ગાંધી, રાહુલ ગાંધી સહિત કોંગ્રેસના બધા દિગ્ગજોશામેલ થવાની આશા છે.

પ્રિયંકા ગાંધીએ સંભાળી કમાન

પ્રિયંકા ગાંધીએ સંભાળી કમાન

વળી, આજે કોંગ્રેસ શાસિત રાજ્યોના મુખ્યમંત્રી અને અન્ય જગ્યાઓ પર રાજ્ય અધ્યક્ષોની આગેવાનીમાં ધરણા પ્રદર્શન કરવામાં આવશે. રાજસ્થાનમાં આની કમાન મુખ્યમંત્રી અશોક ગેહલોતે પોતાના હાથમાં લીધી છે.

જનતાનો અવાજ દબાવવાની કોશિશ થઈ રહીઃ કોંગ્રેસ

જનતાનો અવાજ દબાવવાની કોશિશ થઈ રહીઃ કોંગ્રેસ

સીએએ અને એનઆરસીના વિરોધમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શન દરમિયાન પ્રદર્શનકારીઓ પર પોલિસની કાર્યવાહી પર પ્રિયંકા ગાંધીએ નિવેદન જારી કરીને કહ્યુ કે જનતાનો અવાજ દબાવવા માટે દેશમાં તાનાશાહીનુ તાંડવ થઈ રહ્યુ છે. એનઆરસી અને નાગરિકતા સુધારા કાયદો દેશની ગરીબ જનતા સામે છે, પ્રિયંકાએ છાત્રો, બુદ્ધિજીવીઓ, સામાજિક કાર્યકર્તાઓ, વકીલો અને પત્રકારોની ધરપકડની નિંદા કરી છે.

આ પણ વાંચોઃ 19 વર્ષોથી દર વખતે હાર્યા છે ઝારખંડના મુખ્યમંત્રી, શું રઘુવર દાસ તોડી શકશે આ પરંપરા?આ પણ વાંચોઃ 19 વર્ષોથી દર વખતે હાર્યા છે ઝારખંડના મુખ્યમંત્રી, શું રઘુવર દાસ તોડી શકશે આ પરંપરા?

નાગરિકતા સુધારા એક્ટનો થઈ રહ્યો છે વિરોધ

નાગરિકતા સુધારા એક્ટનો થઈ રહ્યો છે વિરોધ

તમને જણાવી દઈએ કે નાગરિકતા સુધારા એક્ટ, 2019ને હાલમાં જ સંસદમાં મંજૂરી મળી છે. આ કાયદામાં પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનથી આવેલા હિંદુ, જૈન, સિખ, બૌદ્ધ, પારસી અને ઈસાઈ સમાજના શરણાર્થઈઓને નાગરિકતાનો પ્રસ્તાવ છે. કોંગ્રેસ સહિત મોટાભાગના વિપક્ષી દળો અને ઘણા સામાજિક સંગઠન આ બિલનો વિરોધ કરી રહ્યા છે. વિરોધ કરી રહેલા લોકોનુ કહેવુ છે કે ધર્મના આધારે કાયદો બનાવવો ભારતના બંધારણ પર હુમલો છે.

English summary
Congress,has decided to stage a 'satyagraha' at Rajghat on Monday afternoon, Priyanka command the party.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X